ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અને AMC એ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરેલી હોટલ જીંજરમાં કોરોનાના દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ જપ્ત કરી છે. ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે કોરોના નેગેટિવ છે તે પણ મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર 15મી ઓગસ્ટને લઇ વસ્ત્રાપુર પોલીસ રાતે વિસ્તારમાં આવેલી હોટલમાં ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરના રૂમો તપાસ કરતા એક રૂમમાં બે યુવક બેડ પર દારૂની બોટલ સાથે ઝડપાયા હતા.
Sunday, May 19