ગુજરાત ATSએ નકલી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવીને ડ્રગ્સ સપ્લાય કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATS એ નકલી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવીને રાજ્યભરમાં ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગને પકડી પાડી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ એ ડ્રગ્સ સપ્લાય દરમિયાન પોતાની સુરક્ષા માટે ઈ-કોમર્સ કંપની ના બોક્સ નો ઉપયોગ કર્યો હતો. જેમાં રાખીને તેઓ ડ્રગ્સ પહોંચાડતા હતા. દરોડામાં પોલીસે 8 લાખની કિંમતનો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. ગુજરાત ATS ને બાતમી મળી હતી કે વસ્ત્રાપુર સ્થિત એપાર્ટમેન્ટનો ફ્લેટ ભાડે રાખીને કેટલાક લોકો સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો કાળો કારોબાર કરી રહ્યા છે. આરોપી એ નકલી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી છે. જે બાદ પોલીસે છટકું ગોઠવીને ફ્લેટ પર દરોડો પાડીને 19.85 ગ્રામ એમ્ફેટામાઈન, 60.53 ગ્રામ ઓપીઓઈડ ડેરિવેટિવ્ઝ અને 321.52 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ એ જણાવ્યું છે કે તેઓ નકલી ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ડ્રગ્સ નો ઓર્ડર લેતા હતા. પછી તેઓ ડ્રગ્સને બોક્સ અને કવરમાં છુપાવીને કુરિયર દ્વારા મોકલતા હતા, જેથી કોઈને શંકા ન જાય. દરોડા દરમિયાન ગુજરાત એટીએસને ખબર પડી કે ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઈન્ડ રાજુલા, અમરેલીમાં રહેતો આકાશ કનુભાઈ વિંઝાવા છે. ATS ની ટીમે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને આકાશ ની ધરપકડ કરવામાં આવી. ત્રણેય આરોપીઓ છેલ્લા બે વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આરોપી ઓ હિમાચલ અને પંજાબના ડ્રગ માફિયા ઓ પાસેથી ડ્રગ્સ મેળવતા હતા અને ગુજરાત માં વેબસાઈટ દ્વારા રાજ્યભરમાં તેનું વેચાણ કરતા હતા..