નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન 2016માં ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા. અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતાં. કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા. પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત કરતા તેમને સરખો જવાબ આપયો ન હતો. સાસુ સસરાએ ફોન પર વાત કરવા છતાં માન્યા ન હતા. બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી ના પાડતા ઉશ્કેરાઇ તારે કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે એટલે તું શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું. સાસુ- સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા. જ્યાં માસિક ધર્મ દરમ્યાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો જે માટે ના પાડતા માતા-પિતાને સારું લાગે માટે સંબંધ રાખતી હતી અને હવે તે જતા રહ્યા માટે તું નથી રાખતી કહી બોલાચાલી કરતા હતા. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Sunday, May 19