કાળઝાળ ગરમીમાં શહેરના અનેક વિસ્તારોમાં અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું છે, જેથી ગુરુવારે સવારે કોંગ્રેસના કાઉન્સિલરો ડોલ લઈને મ્યુનિસિપલ કમિશનરના ઘરની બહાર પહોંચ્યા હતા. ‘પાની દો-પાની દો’ના નારા લગાવી રહેલા કાઉન્સિલરો અને કાર્યકરોની પોલીસે ધરપકડ કરીને છોડી મૂક્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા શહઝાદ ખાન પઠાણ અને ઈકબાલ શેખ સહિત કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકરો સવારે કમિશનરના બંગલાની બહાર ડોલ, સાબુ અને ટુવાલ લઈને પહોંચ્યા હતા. જ્યાં શહેરના તમામ વોર્ડ અને તેમના વિસ્તરણમાં રહેતા લોકોને સરખું પાણી મળવું જોઈએ કમિશનર પાની દોના નારા સાથે આમ તંત્ર દ્વારા વહિવટ કરવામાં આવે છે.
પ્રત્યુત્તર આપતા વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, વોટર પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરમાં 24 કલાક પાણી આપવાની વાતો કરવા છતાં અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો દોડાવવા પડે છે. જો આ સ્થિતિનું જલ્દી નિરાકરણ નહીં આવે તો વિપક્ષ જળ આંદોલન કરશે.