અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન હેમરેજથી પીડિત 26 વર્ષીય મેઘનાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારે ઉદારતાથી મેઘનાનું હૃદય, હાથ, કિડની અને લિવર દાન કરવાનો નિર્ણય લીધો હતો જેથી કેટલાક જરૂરિયાતમંદ લોકોને જીવનદાન મળે.
મેઘનાના હાથ ચેન્નાઈના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે તેનું હૃદય અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે ત્રણ અલગ-અલગ દર્દીઓમાં લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે મેઘના 2022માં બીજા અને ગુજરાતમાં અત્યાર સુધી પાંચમી દાન આપનાર છે. તમામ પાંચ જોડી હાથને પ્રત્યારોપણ માટે મુંબઈ અથવા ચેન્નાઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં આવી સુવિધા નથી. હૃદય દાનના મામલામાં મેઘના ગુજરાતમાં 68મા અને જિલ્લામાં 31મા ક્રમે છે. મેઘનાનું હાર્ટ ઝાયડસ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. CIMS પછી આવું કરનાર Zydus ગુજરાતની બીજી હોસ્પિટલ બની. આ બંને ખાનગી હોસ્પિટલો છે.