અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. થોડા જ વરસાદમાં અમદાવાદ ખાડાબાદ બની જાય છે. શહેરના પોશ વિસ્તારથી લઈને અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ તૂટી જાય છે કે ઠેકઠેકાણે ખાડાઓ જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી ટેક્સ પેટે હજારો રૂપિયા વસૂલવામાં આવે છે .પરંતુ સુવિધાના નામે ખાલી મોટી મોટી વાતો જ સાંભળવા મળે છે. પહેલાં જ વરસાદમાં રોડ-રસ્તાઓની સ્થિતિ દયનિય બની જાય છે, ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. તો મીડિયા પણ વારંવાર અહેવાલો રજૂ થાય છે. પરંતુ ખાયકી વ્યસ્ત નેતાઓ, અધિકારીઓ કે કોર્પોરેટર માત્ર ખોટા વચનો જ આપે છે. ભ્રષ્ટ વહિવટી તંત્રનો ભોગ સામાન્ય લોકોને બનવું પડે છે.
Sunday, May 19