અમદાવાદઃ અત્યારે કોરોનાના કાળમાં કોરોના દર્દીઓને સારવારના ખર્ચામાં સહારો મળવવા માટે મેડીક્લેઇમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આમાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરની જાણિતી હોસ્પિટલમાં બીમારી વગર કોરોના દર્દીઓ બતાવીને મેડીક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલો પોલીસે હોસ્પિટલના બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથધરી હતી.
કૌભાંડ કરનાર બીજું કોઈ નહિ પણ શેલબી હોસ્પિટલના કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ મિહિર અગ્રવાલ અને મેડિક્લેમ વિભાગના આસિ. મેનેજર ભાવિક નિમાવત છે. આનંદ નગર પોલીસે બન્નેની ધરપકડ કરી દીધી છે. આરોપી પૂછપરછમાં બન્ને કર્મચારીઓના મિત્રોના ડોક્યુમેન્ટથી ડમી ફાઇલ બનાવી મેડીકલેઇમ પાસ કરવાનું કાવતરું રચ્યું હોવાનું આનંદનગર પીઆઇ એ એસ રોય એ જણાવ્યું છે.
શેલ્બી હોસ્પિટલમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજરએ હિતાર્થ ઢેબર આનંદ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 9 માર્ચે પ્રહલાદનગર ખાતેની શેલ્બીમાંથી મેલ આવ્યો હતો. જેમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનારા યતિન મણિયારની વધુ માહિતી મગાઈ હતી. આમ આ અંગે ઓડિટ વિભાગને જાણ કરાઈ હતી. ઓડિટમાં યતિન મણિયાર નામના કોઈ દર્દીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.
તે બાદ મેડીકલેઇમ ફાઇલ વધુ તપાસ કરતાહોસ્પિટલના સહીસિક્કા કરી વીમા કંપનીમાં મૂકી હતી,જે ખોટા સહીસિક્કા ઉપયોગ કર્યો હતો જે હોસ્પિટલના ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા હોસ્પિટલએ બંને કર્મચારી અને 2 ડમી દર્દી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આનંદનગર પોલીસે બેની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ માં બન્ને કર્મચારીઓના મિત્રો પૈસાની જરૂર હોવાથી ડમી મેડીકલેઇમ ફાઇલ બનાવી હતી. જેમાં આરોપીના બંને મિત્ર કિડનીની બીમારીથી પીડાતા મિત્રને વીમો પકવી મદદ કરવા ખોટાં બિલ આપ્યાં હોવાનું કબૂલાત કર્યું છે.
આરોપી મિહિરના બે મિત્ર અતુલ અને ભાવિકમાંથી એકને કિડનીની બીમારી હોવાથી તેને સારવાર માટે પૈસાની જરૂર હતી. જેથી મિત્રને મદદરૂપ થવા મિહિરે ડમી પેશન્ટની ફાઇલ બનાવી તેની પર હોસ્પિટલના ખોટા સહીસિક્કા કરી આપ્યા હતા. જો કે વીમા કંપની સુધી ફાઇલ જાય તે પહેલાં જ પકડાઈ ગયા છે. આરોપી કર્મી બંને મિત્રોની મેડી ક્લેઇમની ફાઇલ બોપલ ખાતેની હોસ્પિટલમાં મૂકી હતી. જોકે તેમાં કેટલીક માહિતી ખૂટતી હોવાથી બોપલ બ્રાંચ દ્વારા મેલ કરીને પ્રહલાદનગર બ્રાંચ પાસે માહિતી માગવામાં આવી હતી, જેમાં ભાંડો ફૂટી ગયો હતો. બન્ને આરોપીઓએ 3.30 લાખ મેડિકલ ફાઇલ મૂકી હોવાનું સામે આવ્યું છે.