અમદાવાદમાં રોડ પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. નહેરુના પુલથી લકી ટી સ્ટોર સુધી જોખમી રીતે વાહન ચલાવીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. નેહરુ બ્રિજ પરથી પસાર થતી એસયુવી કારનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ ડ્રાઈવરની શોધ શરૂ કરી છે. તેમજ આ બનાવ અંગે ગુનો નોંધવા સુચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે. અગાઉ સિંધુભવન રોડ પર કેટલાક વાહનચાલકો ફિલ્મી સ્ટાઈલમાં વાહન ચલાવતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ સક્રિય થઈ છે.
વાયરલ વીડિયોમાં નહેરુ બ્રિજ પર એક કાર ખતરનાક રીતે હંકારી રહી છે. બ્રિજ પર સ્ટંટ કર્યા બાદ આ ડ્રાઈવરે લકી હોટલ પાસેના વળાંક પર પણ અદ્ભુત સ્ટંટ કર્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વિસ્તારમાં પોલીસની હાજરી નથી. આ દ્રશ્ય રાત્રે કોઈએ મોબાઈલમાં રેકોર્ડ કર્યું હતું. હવે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ડ્રાઈવરની શોધ શરૂ કરી છે.