અમદાવાદના બોપલ સ્ટેશનની ની હદમાં ખોડિયાર ગામમાં વૈષ્ણદેવી સર્કલ પાસેના ઠાકોર વાસમાં પોલિસને સૂત્રો પાસેથી મળતી બાતમીના આધારે રેડ પડતા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.બોપલ પોલીસ સ્ટેશનની ની હદમાં ખોડિયાર ગામમાં વૈષ્ણદેવી સર્કલ પાસેના ઠાકોર વાસમાં બોપલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ જે .એમ .રબારીને તથા તેમના ડી સ્ટાફ ના માણસોને સાથે રાખીને દારૂ ની રેડ કરતા ખોડિયાર ગામના રહેવાસી આરોપી મુકેશ ઉર્ફે બાજીઓ અરજણજી ઠાકોર તેના મકાનમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી મુકેશ જે ખોડીયાર નગરગામ ભોંયણીયા વાસમાં પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતિય દારૂનો વેચાણનો ધંધો કરે છે ત્યાં બોપલ પોલીસે રેડ પાડીને રૂપિયા 1,08,700/-નો દારૂ ઝડપ્યો હતો અને આરોપી મુકેશની સામે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઝાંબાઝ કાર્યમાં બોપલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી .એન .પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે .એમ .રબારી તથા એ.એસ.આઈ છગનભાઈ તથા અમદાવાદ હેડ કોન્સ્ટેબલ દીપકકુમાર મથુરભાઈ તથા અમદાવાદ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઘનશ્યામસિંહ તથા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ અરવિંદસિંહ અને મહાવીરસિંહ રૂપસંગ સિંહના આ કાર્યવાહીમાં જોડાયેલા હતા.