અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે એક સમયે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હંગામો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે કોર્પોરેટર નીરવ બક્ષીને નિમવામાં આવ્યા છે.
ગૂજરાત કૉંગ્રેસ માં 124 હોદ્દેદારો ની સાથે.. અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી ..આ નીરીવ ભાઇ ભૂતકાળ માં કૉંગ્રેસ દારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વીરોધ પક્ષ નેતા ની વિરોધ ઝુંબેશ માં પણ હતા પણ ગૂજરાત કૉંગ્રેસ માં નેતા પૂત્ર એટલે.. સબ સલામત..
ગૂજરાત કૉંગ્રેસ એટલે બાપા ની પેઢી નું માલ એવું કહેવામાં આવે છે.
કોંગ્રેસે જે નેતાઓનો સમાવેશ કર્યો છે તેમાં પણ સમતોલન રાખવાનો પ્રયાસ કર્યો છે. જે નેતાઓને જિલ્લા કે શહેર પ્રમુખ તરીકે હટાવ્યા છે તેમને પ્રદેશના માળખામાં સ્થાન આપ્યું છે. જે દાવેદારો હતા તેમને સંગઠનમાં લીધા નથી. જે નેતાઓ ચૂંટણી લડવા માગતા નથી તેમને સંગઠનમાં જવાબદારી આપી છે. જે શહેર-જિલ્લાના નવા પ્રમુખ નિમાયા છે તેમાં અમદાવાદ જિલ્લા, અમદાવાદ શહેર સહિતનાનો સમાવેશ થાય છે.