કૃષ્ણનગર પોલીસ ગુરૂવારનાં રોજ સવારે પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે વેળા એજીડીઆર ચાર રસ્તા પાસે આવતાં સૈજપુર પોસ્ટઓફિસ આગળ એક શખ્સ ગેરકાયદેસર પાસ પર મીટ વગર તમંચો રાખીને ફરતો હોવાની બાતમી મળી હતી.
આથી પોલીસે બાતમીની ખરાઈ કરી જેતે સ્થળે આવી બાતમીમાં જણાવ્યા પ્રમાણે સૈજપુરમાં કુબેરદાસ મોદીની ચાલીમાં રહેતો મૌલીક ઉર્ફે મીત ભાનુ ગઢવીને પોસ્ટ ઓફિસ પાસે ઉભો હોય તેને કોર્ડન કરી પકડીને અંગઝડતી કરતાં તેના પેન્ટના નેફામાંથી પાસ પરમીટ વિનાનો તમંચો મળી આવ્યો હતો. આથી કૃષ્ણનગર પોલીસે તેને કબજે કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. (રિપોર્ટર:-હાર્દિક શેઠ)