અમદાવાદ કોર્પોરેશન પોતાની હતી તે કામગીરી સરખી રીતે પૂર્ણ કરી શકતું નહોતું એવામાં સરકારે બોપલ સહિતનો વીસ્તાર કોર્પોરેશનમાં ઉમેરો કરતા હવે બોપલ વાસીઓની હાલત કફોડી બની ગઈ છે. બોપલમાં રોડ રસ્તા લાઈટ સહિતની સુવિધા ઠપ થઇ ગઈ છે નગરપાલિકા હતી જતા એ શાશકો કામગીરી કરી શકતા નથી અને કોર્પોરેશનમાં કોઈ સાંભળતું નાં હોવાની ફરિયાદ જોરશોરથી ઉઠી રહી છે.
બોપલમાં રોડ રસ્તા લાઈટ સહિતની સુવિધા ઠપ
રાજ્ય સરકારે કોર્પોરેશનની ચુંટણી આવતા પહેલા જ બોપલ સહિતના વિસ્તારને અમદાવાદ શહેરમાં ઉમેરી દેતા જ એ વાતનો ગણગણાટ શરુ થઇ ગયો હતો કે કોર્પોરેશન સર કરવા માટે સરકારે આ દાવ ખેલ્યો છે પરંતુ મત માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવી સ્થિતિ ઉભી થઇ છે કારણ કે સરકારે કાયમની માફક આમાં પણ પૂર્વ તૈયારી વગર જ જાણે કે બોપલ સહિતના વિસ્તારોને કોર્પોરેશનમાં ભેળવી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને કહી રહ્યા છે કે આના કરતા તો નગરપાલિકા સારી હતી તો બીજી તરફ હાલત એપણ છે કે બોપલમાં ખુબ મોટા પ્રમાણમાં લોકો રહેવા માટે ગયા વિકાસ સમજીને ગયા હતા પરંતુ હવે એ સરકારના કહેવાતા વિકાસમાં ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે જેના કારણે હાલત ખસતા થઇ ગઈ છે.
બોપલ સહિતના વિસ્તારોને કોર્પોરેશનમાં ભેળવી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા
કોઇપણ સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે. કારણ કે આખા બોપલ વિસ્તારમાં રોડ રસ્તા તૂટેલા છે સામાન્ય વરસાદમાં લાઈટો ગુલ થઇ જાય છે જેથી સ્ટ્રીટ લાઈટ વગર પણ રોડ પર કાઈ દેખાતું નથી અને ગયો પણ રસ્તા પર ફર્યા કરે છે જેથી કોઇપણ સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે તો આમ બોપલ વિસ્તારને શહેર ભેળવી તો દેવાયું અને બોપલના રહીશોને એ સપના જોતા તો કરી દીધા કે તે હવે ગ્રામીણ નહિ પરંતુ કહેવાતા સ્માર્ટ સિટીમાં છે
અમદાવાદનો એકપણ વિસ્તાર સ્માર્ટ નથી દેખાતો
પરંતુ અમદાવાદનો એકપણ વિસ્તાર સ્માર્ટ નથી દેખાતો કે એ મુજબની સુવિધા પણ નથી મળી રહી જેથી અમદાવાદીઓ પરેશાન તો હતા જ તંત્રની કામગીરીથી હવે બોપલ વિસ્તારના રહીશો પણ ગણતરીના દિવસોમાં જ ત્રાહિમામ પોકારી ગયા છે સરકારે મત માટે ગોઠવણ તો કરી દીધી પરંતુ પૂર્વ આયોજનના અભાવે સ્થિતિ મારો પ્રજાનો થઇ રહ્યો છે.