અમદાવાદમાં સામૂહિક આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પોલીસકર્મીએ તેના નાના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલે તેની પત્ની અને ત્રણ વર્ષની માસૂમ પુત્રી સાથે એપાર્ટમેન્ટના બારમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ગોચામાં એક પોલીસ પરિવારે દિવા હાઇટ્સના 12મા માળેથી કૂદીને સામૂહિક આત્મહત્યા કરી હતી.
આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની એકાઉન્ટ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પરિવાર સાથે આત્મહત્યાનું પગલું ભરી લેતા પોલીસ સ્ટેશનમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. કુલદીપ યાદવે પત્ની રિદ્ધિબેન અને 3 વર્ષની પુત્રી આકાંક્ષા સાથે બપોરે 2 વાગ્યે આત્મહત્યા કરી હતી. આપઘાત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સોલા હાઈકોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. એક સરળ અને શાંત વ્યક્તિ કુલદીપ સિંહ યાદવે આવું પગલું કેમ ભર્યું તે સમજાતું નથી. તે ભાવનગરના સિહોર પાસેના વડિયાનો રહેવાસી હતો અને તેની પત્ની અને પુત્રી સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલદીપ સિંહના સંબંધીઓને ખબર પણ નહોતી કે કુલદીપ સિંહ અને તેની પત્ની આવું પગલું ભરશે.