અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ બનાવાયો છે. આ રિવરફ્રન્ટ ને નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. હરવા-ફરવાના શોખીન અમદાવાદીઓને ઘરઆંગણે સાબરમતી નદીનાં વહેતાં પાણીને આકર્ષક ફૂટ ઓવરબ્રિજ પરથી સરસ મજાનો સુંદર નઝારો જોવા વાળાઓ માટે આકર્ષક ફૂટ ઓવરબ્રિજ બની ગયો છે. રાજ્યના એક પણ શહેરમાં નદી પર આવો કોઈ ફૂટ ઓવરબ્રિજ તો બનાવાયો નથી.
સાબરમતી નદીના બંને કાંઠાને વિકસિત કરવા મ્યુનિ. તંત્ર દ્વારા ગઠિત કરાયેલા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ(એસઆરડીસીએલ)ના સત્તાવાળાઓ દ્વારા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ માટે રૂ. ૭૪,૨૯,૭૮,૪૦૬ ખર્ચાશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે નિર્માણ પામનારા આ બ્રિજની લંબાઈ ૩૦૦ મીટરની છે. વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટરનો છે, જ્યારે પહોળાઈ બ્રિજના વચ્ચેના ભાગે ૧૦ મીટરથી ૧૪ મીટરની છે.
#AMC-SRFDCL Board approved the award of Iconic Foot Over Bridge across Sabarmati River between Ellis & Sardar Bridge. Length: 300 m, Width:10 m to 14 m, Approaches from Upper & Lower walkway, steel Super structure, Three Spans. Project Cost – Rs 74 crores. Duration – 18 months. pic.twitter.com/eSx8Xdq968
— Mukesh Kumar (@Mukeshias) March 21, 2018