ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 2015માં શરૂ થયેલા આંદોલને આનંદી બહેન પટેલની ખુરશીના પાયા હલાવી દીધા પછી પટેલ નેતાઓએ હવે રાજકારણને હથેળી પાર લઇ લીધું છે.
આવા સંજોગોમાં સરદાર પટેલના ચાહક વર્ગે એક પાર્ટી શરૂ કરી છે. અમે સાચા અર્થમાં સરદાર પટેલના કાર્યોને લોકો સુધી લઇ જવાનું નક્કી કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ નામથી શરૂ થયેલી આ પાર્ટી દ્વારા 2017ની ચૂંટણીમાં 182 ઉમેદવારોને લડાવવાનું નક્કી કરવામાં આવ્યું આ પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં 182 ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરાશે અને સરદાર પટેલની વિચારધારા પાર લ;લોકોને જાગૃત કરાશે આ નીતિને ધ્યાનમાં રાખી પાર્ટી પોતાને વ્હીસલ બ્લૉઅર ગણાવે છે અને એટલેજ પાર્ટી વ્હીસલ સિમ્બોલ પર ચૂંટણી લડશે.