રાજ્યમાં પોલીસ વિભાગમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ,કર્મચારીઓના પગલે સમ્રગ પોલીસ વિભાગ બદનામ છે કોરોનાકાળ દરમિયાન કરેલી પોલીસવિભાગની મનાવતાભરી કામગીરી લોકોના સુરક્ષિત રાખવા પોતે ફરજ પર ખડેપગે ઉભા રહ્યા તેના અનેક સોશિયલ મિડિયા પર પોલીસની મનાવતા મહેકાવે તેવા વિડિયો વાયરલ થયા હતા હાલ રાજ્યસરકારના ગૃહવિભાગ અને પોલીસ વિભાગ દ્ઘારા પોલીસને લઇ સામાન્ય જનતાના મનમાં ઉભી થયેલી એક ખરાબ છબી તિરસ્કારની લાગણી દૂર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
પોલીસની વર્ધી જરૂર પહેરી છે .પરંતુ પહેલા એક માણસ. છીએ અને માણસાઈ અદા કરવી એ અમારી પ્રથમ ફરજ છે@sanghaviharsh @dgpgujarat @InfoGujarat @AjayChoudharyIN @DrLavina_IPS pic.twitter.com/dDyFQYGMDm
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) April 21, 2022
અમુક અધિકારએ અને કર્મચારીઓ પોતાની ખાખીનું દૂરઉપયોગ કરી જનતામાં ઉભા કરેલો ડરના પગલે લોકોમાં પણ નફરત જોવા મળતી હોય છે તે નફરત દૂર કરવા પોલીસ વિભાગ દ્ગારા પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ બને તે માટે આવરનાવર પ્રયાસો કરવામાં આવતા હોય છે વધુ એક પોલીસની મનાવતા મહેકાવતી વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં ઘમઘોખતા તાપમાં પોલીસ જવાન પેડલ રીક્ષા ચલાકના માલ ભરેલી પેડલરીક્ષા પર ધક્કો મારી મદદ કરતા જોવા મળે છે હાલ આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યુ છે.