રાજ્યમાં પોલીસ વિભાગમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓના પગલે સમ્રગ પોલીસ વિભાગ બદનામ છે જેમાં પોલીસને લોકો ખાખી ધારક ગુંડા ,રક્ષક બન્યા ભક્ષક તોડબાજ પોલીસ સહિતના જુદા-જુદા નકારાત્મક નામોથી બોલવતા હોય છે પોલીસ વિભાગમાં કેટલાક અધિકારીઓની અને ખાખી રૌફ જમાવતા કર્મચારીઓને લઇ સમાજમાં પોલીસની ગેર સમજ ઉભી થતી હોય છે જેનો ભોગ સમ્રગ ઇમાનદાર, પ્રમાણિક ,નિષ્ટાથી ફરજ બજાવતા પોલસી અધિકારી અને કર્મીઓને બનવુ પડતો હોય છે અમદાવાદ પોલીસ સેવા સુરક્ષા શાંતિનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે વધુ એક અમદાવાદ પોલીસ કર્મચારીના ઇમાનદારીના દર્શન થયા છે.
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રાવત નાઓને એક લેડીઝ પર્સ મળતા જેમાં પર્સ માં રહેલ મોબાઈલ ફોન ઉપર ફોન આવતા પર્સવાળા બહેનને રૂબરૂમાં બોલાવી પર્સમાં રહેલ આઠ થી દસ હજાર રોકડા રૂપિયા તથા મોબાઈલ તથા ગત્યના ડોક્યુમેન્ટ પરત કરી સરાહનીય કામગીરી કરેલ છે.@sanghaviharsh pic.twitter.com/oGVmwmcMWe
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) April 21, 2022
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ નરેશ રાવત પોતાની ફરજ હાજર હતા તે દરમિયાન તેમને ફરજા પરથી બિનવારસી હાલતમાં એક લેડિઝ પર્સ મળી આવ્યો હતો જેમાં પર્સમાં મહિલાનો ફોન ,રોકડ રકમ, ડોક્યુમેન્ટ સહિત કિંમતી વસ્તુઓ હતી જેના લઇ મોબાઇલ ફોનના આધારે હેડકોન્સટેબલે મહિલાનો સંપર્ક કરી તેના સહીસલામત પર્સ પરત કર્યો હતો. પોલીસમાં રહેલા અમુક ભ્રષ્ટ્રચારી લોકો સુધરી જાય તો લોકોમાં પોલીસ પ્રત્યેના છબી સ્વચ્છ સારી દેખાવામાં કોઇ બેમત નથી