કર્ણાટક: દેશમાં અનેક જંગલ સફારી આવેલી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રાણીઓને જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે એક પ્રવાસીઓ દ્વારા પ્રાણીઓને હેરાન કરવાના પણ કેટલાક કિસ્સાઓ બનતા રહે છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. અહીં એક હાથી મનુષ્ય ઉપર હુમલો કરે ચે અને પાછળ દોડે છે.
કર્ણાટકની સફારીમાં પ્રવાસીઓ ઉપર હુમલા થયા હોવાની ઘટના સામે આવી છે. આઈએફએસ અધિકારી સુસંતા નંદા દ્વારા ટ્વિટર ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સફારી માટેના વાહન પાછળ હાથી દોડતો જોવા મળે છે. આ જ જગ્યાએ આગળ જઇને અન્ય એક હાથી પણ વાહનનો પીછો કરે છે. આખી ઘટના પરથી પ્રાણીઓની માનવજાત પ્રત્યે વધતી નફરત તરફ ઈશારો કરે છે.
જંગલમાં પ્રકૃતિનો લહાવો લેવા માટેના પ્રયત્નો દર વખતે સારા અનુભવ નથી આપતા. ઘણી વખત જીવ તાળવે ચોંટી જાય છે. જેથી પ્રાણીઓને છંછેડવા જોખમી સાબિત થઈ શકે છે.
કેમેરામાં ઝડપાયેલી ઘટના ખૂબ દિલધડક હતી. એક સાથે બે હાથીનો હુમલાથી પ્રવાસીના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તેઓ ચીસો પાડવા લાગ્યા હતા. ચાલકે વાહન ફૂલ ગતિએ ભગાવ્યું હતું. આ વિડીયોના અંતમાં એક બે નહીં ચાર પાંચ હાથી વાહનની નજીક પહોંચી ગયા હોવાનું નજરે પડે છે.
‘ધી ન્યૂઝ મિનિટ’ના મત મુજબ કર્ણાટકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મૈસુરના બીઆર હિલ્સ ખાતે બની હતી. આ વિડીયો વાઇરલ થયા બાદ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઉઠ્યો છે. ઉપરાંત પ્રાણીઓની થતી હેરાનગતિ સામે પણ સવાલો ઉઠ્યો છે.