દુનિયામાં એવા કેટલાય અજૂબાઓ છે જે જોઈને તમે થઇ જશો હેરાન પરેશાન થોડા સમય પહેલા આવોજ એક ફોટો વાયરલ થયો છે. જીહા વાત જાણે એમ છે કે એક ફોટામાં બિલ્લીનો માણસના ચહેરા વાળો ફોટો સામે આવ્યો છે.
મલેશિયામાં આવી અજીબ પ્રકારની બિલ્લી જન્મી છે જેના ચહેરાનો આકાર હુબહુ માણસ જેવો છે. આ ફોટાને જોઈને સૌ કોઈ હેરાન છે. આ બિલ્લીને હાલમાં તો પરીક્ષણ માટે લેબમાં રાખવામાં આવી છે.
આ મામલે સ્થાનિક પોલીસનું કહેવું છે કે આવી કોઈ બિલ્લી જન્મી હોય તેવા અમારી પાસે કોઈ સમાચાર નથી આ વાતમાં કોઈ તથ્ય નથી. જોકે સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટો પછી એક વાર ફરી માણસ જેવા ચહેરા ધરાવતા પ્રાણીઓની ચર્ચાએ જોર પકડ્યું છે. ફોટામાં આ બિલ્લીની આંખો અને માથું માણસ જેવું દેખાય છે. વાળ અને સ્કીન પણ માણસ જેવાજ છે. પોલીસનું માનવું છે કે આ ફોટો online વેચાતા સિલિકોન બેબી વેયરવોલ્ફની હોય શકે છે. આ ફોટાને પહેલા ડાઉનલોડ કરી પછી સોશિઅલ મીડિયા પર લીક કરવામાં આવ્યો હશે
ફોટાને જોવાની અને કોઈ બીજાની સાથે શેર કરવાની મઝામાં આ ફોટાએ અત્યારે ખુબજ ધૂમ મચાવી છે.