છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જૉગીનું હેલિકોપ્ટર અચાનક ગાયબ થઈ ગયું.આ હેલિકોપ્ટરને અજિત જૉગીની પાર્ટીએ ત્રણ મહિનાના લીઝ પર લીધુ હતુ.લગભગ પંદર દિવસ સુધી 25 કલાક ઉડાન પછી તે હેલિકોપ્ટર અચાનક ગાયબ થઈ ગયુ.નાતો જોગીની પાર્ટીને તે દેખાયુ કે ના પોલીસને દેખાયુ.હેલિકોપ્ટરને ભાડે લેનાર વ્યક્તિ પિયૂષ દેશલહરાએ શહેર કોટવાલીમાં ફરિયાદ દાખલ કરી છે કે લગભગ પંદર દિવસથી તેમનું હેલિકોપ્ટર ખોવાયુ છે.
ફરિયાદીએ પોલીસને કેટલાક દસ્તાવેજો પણ આપ્યા છે.જેમાં 75 લાખ રૂપિયામાં ત્રણ મહિના માટે હેલિકોપ્ટર લીઝ પર જવા માટે ના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.દસ્તાવેજોની તપાસ પછી પોલીસ અધિકારીઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જૉગ દ્વારા પૂછપરછ માટે સમય માંગ્યો છે.તે હેલિકોપ્ટરનો ઉપયોગ અજિત જૉગી કરે છે.છેલ્લી વાર તેમની સવારી પણ તેમણે જ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે પાયલોટ રજા પર જવાનું કહેતો હતો.હેલિકોપ્ટર દ્વારા છેલ્લી વખત 18 દિવસ પહેલા રાયપુર રાજ્યના હૅંગરમાં લેન્ડ કર્યુ હતુ.પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.