ચીનમાં યાન્ચેંગમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સંબંધોને શર્મસાર કરી દીધાં છે. અહીં એક વ્યક્તિ એટલો નશામાં હતો કે તે પોતાની થનારી વહુને બળજબરીથી ચૂમવા લાગ્યો. તેના પછી લગ્નમાં ખૂબ જ ઝગડો થયો. રિપોર્ટ્સ પ્રમાણે વધૂના સાસરાની ખૂબ જ ધોલાઇ કરવામાં આવી.
જ્યાં સુધી વધૂ સ્ટેજ ઉપર ન પહોંચી ત્યાં સુધી લગ્નમાં બધું જ ઠીક ચાલી રહ્યું હતું. પછી વધૂ પોતાના સાસરાની સાથે સ્ટેજ તરફ જતી જોવા મળી, પરંતું તેના ચહેરા ઉપર અજીબ ભાવ હતાં, કેમ કે તેના સાસરાએ તેના ખંભા ઉપર અજીબ રીતે હાથ રાખ્યો હતો.
તેના પછી જે થયું તેને જોઇને બધાના હોશ ઉડી ગયાં. એક મોબાઇલ ફુટેજમાં જોવા મળ્યું કે સ્ટેજથી થોડે જ દૂર આ વ્યક્તિ વધૂને અચાનક લિપ લોક કરવા લાગ્યો. જેને જોઇને લગ્નમાં આવેલાં દરેક વ્યક્તિના હોશ ઉડી ગયાં. આ જોઇને દુલ્હનનો પરિવાર ભડકી ગયો અને થોડાં લોકો વધૂના સાસરાને મારવા લાગ્યાં. તેના પછી બંને પરિવારની વચ્ચે ખૂબ જ મારપીટ થઇ.
તેના પછી લગ્ન શું થયું તેની કોઇ જાણકારી નથી. જોકે, દુલ્હનના સાસરાએ સોશિયલ મીડિયા ઉપર પોતાના દીકરાના લગ્નના દિવસે આ શર્મનાક હરકત ઉપર માંફી માંગી છે. તેણે લખ્યું, મેં જે નશામાં કર્યું હું તેની માફી માંગું છું. હું લોકોને અપીલ કરું છું કે આ વીડિયોને શેયર ન કરે અને બંને પરિવારને આ મામલો ઉકેલવા દે.