આજના સમયમાં વિચિત્ર પ્રકારની નોકરીઓનો કોઈ તોટો નથી. તમે કોઈપણ પ્રકારના ટેલેન્ટ કે ક્વૉલિફિકેશન વિના રૂપિયા કમાઈ શકો છો અને આવી જ વિચિત્ર જોબ્સના લાંબા લિસ્ટમાં વધુ એક જોબનો ઉમેરો થયો છે જેનું ‘વ્હીસ્કી ડિસ્ટિલરી ટેસ્ટર.’ મતલબ કે ભઠ્ઠીમાંથી તૈયાર થતી વ્હીસ્કીને ટેસ્ટ કરવી અને ટ્રાવેલ કરવું. પુરુષો માટે આઉટિંગ અને પાર્ટીઝનું આયોજન કરનારી યુકે બેઝ્ડ વેબસાઈટ Stagweb.co.uk એવા વ્યક્તિની શોધમાં છે જે આ જોબ કરી શકે. જે રીતે નામમાં ઉલ્લેખ છે તેમ તે વ્યક્તિમાં જુદી-જુદી ભઠ્ઠીમાંથી બનતી વ્હીસ્કીને ખૂબ મોટા પ્રમાણમાં ટેસ્ટ કરવાની ક્ષમતા હોવી જોઈએ.તો સીધા મુદ્દાની વાત પર આવીએ : તમારે કંપનીના ખર્ચે ડ્રિંક તથા ટ્રાવેલ કરવાનું રહેશે અને તેના પર સમીક્ષા કરવાની રહેશે. આ કામ માટે તમને પગાર આપવામાં આવશે. શું તમે આવી જોબ ઈચ્છો છો? તો રાહ કોની જુઓ છો સાઈન અપ કરો જોકે, તમે તમારી ફુલ-ટાઈમ છોડવાનું વિચારો અમે તમને સલાહ આપીશું કે, રેઝિગ્નેશન મૂક્યા પહેલા એકવાર વિચારી જુઓ, કારણ કે, આ પાર્ટ ટાઈમ જોબ છે. પણ શું તમે જાણો છો એક વાત જે જાણીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે તે એ છે કે, આ જોબ માટે તમને સ્વાદની ખૂબ સારી ઓળખાણ હોવી પણ જરૂરી નથી. તમારે આ જોબ માટે કોઈપણ પ્રકારની સ્કિલ કે એક્સપિરિયન્સની જરૂરિયાત નથી માત્ર એક જ વાત ધ્યાનમાં લેવા જેવી છે તે એ છે કે, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો તમને વિશ્વાસ ન થતો હોય તો આ જુઓ આ જોબને ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. આના માટે એપ્લિકેશન આપવી પણ ખૂબ જ સિમ્પલ છે, આમાં કોઈ ફેન્સી રિઝ્યૂમની પણ જરૂર નથી. તમારે માત્ર આ સેન્ટેન્સને તમારે 150થી વધુ શબ્દોમાં પૂરું કરવાનું છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.