મહિલાઓ એકબીજાના પ્રેમમાં પડી તો બંનેએ છોડી દીધા તેમના પતિઓને…
ટોરી અને સોલે જણાવ્યું કે શરૂઆતમાં તેઓ સમજી શક્યા ન હતા કે તેઓ બાયસેક્સ્યુઅલ છે, પરંતુ હવે બંને પ્રેમમાં પડી ગયા છે. બંનેએ પોતાના પતિને છોડી દીધા છે.
તોરી અને સોલ નામની બે સ્ત્રીઓ પરણેલી હતી. બંનેએ લાંબા સમય સુધી પોતાના પતિ સાથે રહેવા માટે ઘણા પ્લાન બનાવ્યા હતા. પરંતુ જ્યારે બંને મહિલાઓ એકબીજાના પ્રેમમાં પડ્યા ત્યારે તેઓ તેમના પતિથી અલગ થઈ ગયા. કન્સેન્ટિંગ એડલ્ટ્સ નામના પોડકાસ્ટમાં બંને મહિલાઓએ પોતપોતાની જીવન કહાણી શેર કરી છે.
ટોરી અને સોલની મુલાકાત ત્યારે થઈ જ્યારે બંને તેમના પતિ સાથે બાયસેક્સ્યુઅલ મહિલાઓ માટે ક્લબમાં ગયા હતા. જો કે, પ્રથમ મુલાકાત પછી બંને મહિલાઓ વચ્ચે અફેર શરૂ થયું ન હતું. પરંતુ બાદમાં બંને મહિલાઓએ તેમના પતિને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો.
મહિલાઓએ જણાવ્યું કે તેઓએ પછીથી નક્કી કર્યું કે બંને ખુલ્લા સંબંધો અજમાવવા માંગે છે. ટોરીએ કહ્યું કે અમને જાણવા મળ્યું કે અમારું એકબીજા સાથે ઘણું રોમેન્ટિક કનેક્શન છે.
તોરીએ જણાવ્યું કે અલગ થયા પહેલા પણ તેનો પતિ તેના વિશે બધું જ જાણતો હતો. તેણીએ તેના પતિ સાથે ખૂબ ચર્ચા કરી. શરૂઆતમાં, અમને એવો અહેસાસ હતો કે અમે એકબીજા પ્રત્યે આકર્ષાયા છીએ, પરંતુ ભવિષ્યમાં અમારી મંજિલ શું હશે તે ખબર ન હતી.
ટોરી અને સોલે જણાવ્યું કે શરૂઆતમાં તેઓ સમજી શક્યા ન હતા કે તેઓ બાયસેક્સ્યુઅલ છે. થોડો સમય સાથે વિતાવ્યા બાદ મહિલાઓ અન્ય પુરૂષો સાથે પણ સમય પસાર કરવા લાગી. તે જ સમયે, દંપતીએ એમ પણ કહ્યું કે તે પોડકાસ્ટમાં તેના જીવનના રહસ્યો જાહેર કરી રહી છે, તેમ છતાં તે તેની જીવનશૈલી છુપાવવાનો પ્રયાસ પણ કરે છે.