નાસાના વૈજ્ઞાનિકાઓએ પૃથ્વીથી 700 પ્રકાશવર્ષ દૂર એક ગ્રહને શોધ્યો છે. જેના પર પાણી પણ મળ્યું છે. વૈજ્ઞાનિકોએ હબ્બર અને સ્પિતઝર ટેલિસ્કોપની મદદથી શનિ ગ્રહ જેવા આકારનો એક ગ્રહ WASP-39b શોધ્યો છે. અને તેમનો દાવો છે કે આ ગ્રહના વાતાવરણમાં શનિ ગ્રહથી ત્રણ ગણું વધુ પાણી છે.
આ ગ્રહ પર પાણી વરાળના સ્વરૂપે મળ્યું છે. WASP-39b ગ્રહનું તાપમાન ખૂબ જ વધારે છે. અને દિવસે આનું તાપમાન 776 ડિગ્રીથી ખુબ વધારે છે. આ તાપમાનના કારણે જ તેને આપણા ગ્રહના શનિ ગ્રહ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જો કે આ ગ્રહને શનિના જેવા વલયો નથી.