નવી દિલ્હીઃ ગાયનું એક માસૂમ વાછરડું અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ છે વાછરડું બે પગે ચાલે છે. આ વાછરડાને જન્મથી જ આગળના બે પગ નથી. આમ છતાં વાછરડું હિંમતથી પાછળના બે પગથી માણસોની જેમ ચાલે છે. આ વાછરડાનો વીડિયો જોઈને માણસો ચોંકી રહ્યા છે.
આ વીડિયોને ફેસબુક ઉપર સાકેત એન્ડ શતાબ્દી નામના પેજ ઉપર શેર કરવામાં આવ્યો છે. વીડિયો ક્યાંનો છે એ અંગે કોઈ જાણકારી આપી નથી. પગ ઉપર ચાલી રહેલા વાછરડાને જોઈને લોકો ખુબ જ હેરાન છે. આ વાછરડાને જન્મથી જ આગળના બે પગ ન હોવાથી પાછળના બે પગથી માણસોની જેમ ચાલવા માટે મજબૂર છે.
અત્યારે આ વાછરડું ડગમગી રહ્યું છે પરંતુ આની કોશિશ કરતા તે ચોક્કસ સરળતાથી ચાલવા લાગશે. આ વીડિયો કોઈ ગામનો લાગી રહ્યો છે. જેમાં વાછરડાની મા પણ દેખાઈ રહી છે. વાછરડું ભૂસાના ઢગલા તરફ આગળ વધી રહ્યું છે.
આ વીડિયો એક જૂને પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી 80 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. અને 11 લાખ લોકોએ આ વીડિયોને લાઈ કર્યો છે અને 21 હજાર લોકોએ આ વીડિયો ઉપર કોમેન્ટ પણ કરી છે.
મોટાભાગના લોકો વાછરડાના હિંમતના વખાણ કરી રહ્યા છે. આ સાથે સારવાર માટે અપીલ પણ કરી રહ્યા છે.