સમોસા ભારતમાં એક લોકપ્રિય વાનગી તરીકે ઓળખાય છે. સમોસા ઘણી બૉલીવુડની ફિલ્મોમાં તેમજ રાજકીય સૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અક્ષય કુમારની ફિલ્મમાં સમોસા માટે અેક સોંગ હતુ જબ તક રહેગા સમોસેમે અાલુ, તેરી રહેગી શાલુ.બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ માટે સૂત્ર તૈયાર કરવામાં આવ્યું હતું જબ તક રહેગા સમોસેમે અાલુ,બિહારમે રહેગા અાલુ…….લાલુ હવે ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે, પરંતુ સમોસા હવે દેશમાં જ નહી વિદેશમાં પોતાની જગ્યા બનાવી રહી છે.
બ્રિટનમાં સમોસા ખૂબ લોકપ્રિય બની છે, તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી, હવે નેશનલ સમોસા અઠવાડિયું અહીં ઉજવણી કરવામાં આવશે,જેથી દક્ષિણ એશિયાની વાનગીઓ અને સંસ્કૃતિને પ્રમોટ કરી શકાય.અા અભિયાન સ્થાનિક પોલીસ અને ચેરિટી અોર્ગેનાઈઝેશન દ્વારા શરૂ કરવામાં અાવી છે.
આ અઠવાડિયું લિસેસ્ટર શહેરમાં ઉજવવામાં આવશે, જે પૂર્વ મિડલેન્ડમાં સ્થિત છે, જ્યાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે.આ રાષ્ટ્રીય સામોસા અઠવાડિયું 9થી 13 એપ્રિલ વચ્ચે ઉજવવામાં આવશે.આ સમય દરમિયાન,સમોસા ખરીદવા, તેને ખાઈ અને વેચવા પ્રોત્સાહિત કરાશે.ભંડોળ આ કાર્યક્રમ માટે ઘણા સ્થળોએ એકત્રિત કરવામાં આવ્યું છે, જેમાં બે ચૅરિટી સંસ્થાઓ ભાગ લીધો.