સેક્સ ડૉલને પાર્ટનર બનાવવાનું ચલણ ધીમે-ધીમે વધી રહ્યું છે. પુરુષો સેક્સ ડૉલ માટે પત્નીઓને છોડી રહ્યાં હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. યંગસ્ટર્સ સેક્સની જરૂરિયાતને પૂરી કરવા માટે મોંઘેરી સેક્સ ડૉલ્સ ખરીદી રહ્યાં છે. આ સેક્સ ડોલ્સ ખૂબ જ આધુનિક છે અને તેમાં કામોત્તેજના વધારનારા તમામ ફિચર્સ છે. આ ઉપરાંત તેની સ્કિન પણ મુલાયમ છે. ખાસ વાત તો એ છે કે, આ સેક્સ ડોલ્સ પણ પુરુષોની સેવામાં કોઈ કસર છોડતી નથી. અમે તમને અહીં એવા જ એક વ્યક્તિ સેનજી નાકાઝીમાની વાત કહી રહ્યાં છીએ, જેને પહેલી નજરે જ સેક્સ ડૉલ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેને પોતાના ઘરે લઈ આવ્યો હતો.
સેનજી જાપાનના ટૉક્યો શહેરમાં રહે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી સેક્સ ડૉલ સાથે જીવન વિતાવી રહ્યો છે. સિલિકૉન રબરથી બનેલી આ સેક્સ ડૉલ સેનજીના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે અને તેને પત્નીની જેમ પ્રેમ કરે છે. સેનજી સેક્સ ડૉલને પોતાની પત્નીની જેમ રાખે છે. તેને કપડાં પહેરાવે છે, ડેટ પર લઈ જાય છે અને રાતે તેની સાથે જ ઊંઘે છે.
સેનજી કહે છે કે, તેને પહેલી નજરે જ સેક્સ ડૉલ સાથે પ્રેમ થઈ ગયો હતો. તે તેની કામોત્તેજના વધારે છે અને પત્ની જેવું જ સુખ આપે છે. તેણે આ ડૉલનું નામ સાઓરી રાખ્યું છે. તે પોતાની ડૉલ સાથેની સેક્સ લાઈફ વિશે ખુલીને વાત કરે છે. તેનું કહેવું છે કે, તેને ક્યારેય એવું નથી લાગ્યું કે, સાઓરી એક સેક્સ ડૉલ છે.ચીનની એક કંપનીએ તો તાજેતરમાં ટૉકિંગ સેક્સ ડૉલ બનાવી છે, જે કસ્ટમર્સને ‘કૉલ મી બેબી’ કહીને બોલાવે છે. સેક્સ ડૉલ્સના વધતા જતા પ્રોડક્શનથી માલૂમ થાય છે કે, તેનું ચલણ કેટલું વધી રહ્યું છે. સેનજી નાકાઝીમા ડોલને પોતાની સાથે માર્કેટ લઈ જાય છે. તેને નવડાવે છે અને ખૂબ મસ્તી કરે છે.