ચંદીગઢઃ દેશ અને દુનિયામાં અજીબો ગરીબ લોકો અસ્તિત્વ ધરાવે છે અને જગતમાં અજીબો ગરીબ બીમારીઓ પણ અસ્તિત્વ ધરાવે જેનાથી આવા લોકો સામાન્ય માણસ કરતા અલગ તરી આવે છે. આવી જ એક અજીબો ગરીબ મહિલા ચંદીગઢમાં છે. જેને માસિકધર્મ દરમિયાન આંખોમાંથી લોહી નીકળે છે. 25 વર્ષીય મહિલા ચર્ચાનો વિષય અને વિજ્ઞાનીકોએ પણ સંપૂર્ણ અભ્યાસ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ચંદીગઢમાં રહેતી આ 25 વર્ષીય મહિલાનો મામલો બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ મુજબ, 5 વર્ષ પહેલાં, મહિલાએ આંખોમાંથી લોહી નીકળવા પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ સમય દરમિયાન, સ્ત્રીને કોઈ પણ પ્રકારનો દુખાવો કે અન્ય સમસ્યા ન હતી. આવું તેની સાથે બે વાર બન્યું. ઘણા પરીક્ષણો કર્યા પછી પણ ડોકટરો આ વિચિત્ર સમસ્યાને સમજી શક્યા નહીં.
આ કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી, ડોકટરો સમજી ગયા કે ફક્ત પીરિયડ દરમિયાન મહિલાની આંખોમાંથી લોહી નીકળતું હતું. મહિલાના અનેક પરીક્ષણો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે આ દુર્લભ સ્થિતિ ‘ઓક્યુલર વાઇકરિયસ માસિક સ્રાવ’છે, જે પીરિયડ્સમાં ગર્ભાશય સિવાયના અન્ય અવયવોમાંથી લોહીનું કારણ બને છે. હોઠ, આંખો, ફેફસાં, પેટ અને નાકમાંથી પણ રક્તસ્ત્રાવ થઈ શકે છે. આ કિસ્સામાં, મહિલાની આંખોમાંથી બ્લિડિંગ થતું હતું.
આ સ્ત્રીની ઓક્યુલર બ્લિડિંગનો કોઈ પારિવારિક ઇતિહાસ નથી. આને કારણે પણ ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા હતા. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ મહિલાને 3 મહિનાની હોર્મોનલ ટ્રીટમેન્ટ પછી સાજી કરવામાં આવી હતી. આ એક અત્યંત દુર્લભ તબીબી સ્થિતિ છે. તેને હેમોલ્રાક્ટિઆ એટલે કે લોહિયાળ આંસુ તરીકે પણ ઓળખવામાં આવે છે.