અેવું કહેવાય છે કે ભગવાન જોડીઓ ઉપરથી બનાવે છે. અેટલે કે તમે કોની સાથે લગ્ન કરશો એ સ્વર્ગમાં નક્કી થાય છે.મહારાષ્ટ્રના પિંપલપૌલ બસવંતમાં પણ આ જ બન્યું હતું, જ્યાં લોકો અાવા અનોખા લગ્ન જોવા આવ્યા હતા.આ લગ્નની ખાસિયત એ હતી કે કન્યા અને વરરાજા માત્ર 3 ફુટના હતા.લગ્નમા અા દંપતિ જાણે કે ગડ્ડી-ગુડિયા જેવા દેખાતા હતા.
હકીકતમાં, ગણેશ કાવલની પુત્રી મોનાલી 3 ફીટની લંબાઈને કારણે લગ્ન કરી શકતી ન હતી.પરિવાર ચિંતીત હતો કે અા કન્યાને યોગ્ય વર મળશે કે કેમ.બે મહિના પહેલાં કોઈએ તેને કહ્યું કે સંદીપની ઊંચાઈ ત્રણ ફૂટ છે.બંને પરિવારોના મરજી બાદ સંદીપ અને મોનાલીએ લગ્ન કર્યા હતા.ગ્રામવાસીઓ ઉપરાંત, ઘણા સરકારી અધિકારીઓ પણ આ અનન્ય લગ્નમાં જોડાયા હતા.