દુનિયામાં ઘણા પ્રકારના મંદિરો આવેલાં છે. જેમાંથી કેટલાંક મંદિરો તેની અજીબોગરીબ માન્યતાઓ માટે પ્રચલિત હોય છે. દરેક મંદિરોમાં અલગ અલગ પ્રકારે ભગવાનની પૂજા કરવામાં આવે છે. આજ અમે તમને એક એવા જ વિશિષ્ટ મંદિર વિશે જણાવી રહ્યા છીએ જેમાં કોઈ ભગવાનની નહિ પરંતુ સ્ત્રીઓનાં બ્રેસ્ટની પૂજા થાય છે.વાંચીને તમને આશ્ચર્ય જરૂર થશે કે આ રીતે પૂજા કેમ કરવામાં આવે છે?
જાપાનમાં આવેલાં એક મંદિરમાં કોઈ દેવી- દેવતા કે ગ્રહોની નહિ પરંતુ મહિલાઓનાં સ્તનની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ચારે તરફ સ્તનના અલગ – અલગ આકાર કે રંગની મૂર્તિઓ જ નજરે ચડે છે. તમે જ્યારે કોઈ મંદિરમાં જાવ ત્યારે દેવી-દેવતાને નારિયેળ કે મિઠાઈ ચડાવો છો, પરંતુ લોકો અહીં પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે બનાવટી સ્તન ચડાવે છે.
આ મંદિર મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. અહીંં મહિલાઓ પોતાની સંતાન-પ્રાપ્તી અને સ્તનનાં કેન્સરથી બચવા માટે બનાવટી સ્તનથી પૂજા કરે છે. આ મંદિરની દેવી “ચીચી ગમીશામા’ છે, જેને આ બ્રેસ્ટ મંદિરની દેવી માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં પૂજા કરવાથી મહિલાઓનાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે. જેની પાછળ એક પ્રચલિત કથા પણ છે.
કેટલાક વર્ષો પહેલાં વાકાયામા શહેરમાં એક ડોક્ટરે પોતાની સ્તન કેન્સરથી પીડાતી દર્દીને બચાવવા માટે પ્રાર્થના કરી અને બનાવટી સ્તનચડાવ્યા જેથી, તે દર્દી જલ્દી સાજી થઈ ગઈ, ત્યારથી અહીં બનાવટી સ્તનવડે પૂજા કરવાની માન્યતા ચાલી આવે છે. આ મંદીરની વિશિષ્ટતા એ છે કે, સુશોભનની દરેક વસ્તુ બ્રેસ્ટનાં આકારની જ છે. જે કપડા અને અન્ય મટિરિયલથી બનાવેલી છે. આ મંદિરનાં ફુવારા પણ સ્તનનાં આકારનાં જ છે.
જાપાનમાં નરીટા ઇન્ટરનેશનલ એરપોર્ટ મુખ્ય એરપોર્ટ છે, ટોકિયોથી આશરે 80 કિ.મી. દૂર આવેલું છે છે, જે વિવિધ સ્થળોની ફ્લાઇટ્સ સાથે સારી રીતે જોડાયેલું છે. અન્ય આંતરરાષ્ટ્રીય હવાઇમથકો ઓસાકા, ક્યુશુ અને સાપોરોમાં આવેલા છે