દુનિયામાં મોબાઇલ, લેપટોપ જેવા સાથે લઈને ફરાતાં ગેજેટ્સને કારણે પોર્ન જોનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. આમાં ને આમાં ઘણા લોકોને પોર્ન જોવાની લત લાગી જાય છે અને ક્યારેય તે એટલી હદે વધી જાય છે કે, તેમને આસપાસની જગ્યાનું ભાન જ રહેતું નથી.
મલિન્ડો એરનું વિમાન શનિવારે કુઆલાલમ્પુરથી ટેકઓફ થયું હતું. તેમાં સવાર 20 વર્ષના યુવકે તેનાં કપડાં ઉતારી દીધા અને લેપટોપ પર પોર્ન ફિલ્મ જોવા લાગ્યો. મૂળ બાંગ્લાદેશી આ વિદ્યાર્થીએ વિમાન ટેકઓફ થવાના થોડાક જ સમયમાં કપડાં ઉતારી દીધાં અને એક સ્ટીવર્ડ પર હુમલો પણ કર્યો. જોકે બાદમાં તેની ધરપકડ કરી લેવાઈ હતી.
આ યુવક મલેશિયન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. કેબિન ક્રૂના કહેવા પર તેણે કપડાં તો પહેરી લીધાં, પરંતુ તે એર-હોસ્ટેસને આલિંગન આપવાની કોશિશ કરવા લાગ્યો. મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટે ઇનકાર કરતા તે આક્રમક થઈ ગયો અને તેણે તેની પર જ હુમલો કરી દીધો. ત્યાર બાદ કેબિનના ક્રૂ મેમ્બર્સ અને અન્ય મુસાફરોએ તેના હાથ બાંધી દીધા. જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે, તેણે ફ્લાઇટમાં આવી વર્તણૂક કેમ કરી હતી.એરલાઇનના એક નિવેદનમાં જણાવાયું છે કે, ઢાકા જતી ફ્લાઇટમાં આ રીતે હોબાળો મચાવનારા યુવકના હાથ બાંધી તેની ધરપકડ કરાઈ છે. એક મલેશિયન વેબસાઇટના જણાવ્યા મુજબ, આ યુવકે ફ્લાઇટમાં જ હસ્તમૈથુન કર્યું હતું અને બાદમાં સીટ પર પેશાબ કર્યો હતો.