બુધવારે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જાહેર થયો. આ રિપોર્ટને વિવિધ દેશોમાં 6 માપદંડોના આધારે તૈયાર કરવામાં આવે છે. તેમાં આવક, સ્વાસ્થ્ય, જીવન ધોરણ, સામાજિક સહયોગ, આઝાદી, ભરોસો અને એકબીજા પ્રત્યે ઉદારતા સામેલ છે. આ વખતે આ રિપોર્ટમાં શરણાર્થી અને અપ્રવાસીઓની ખુશીઓને પણ સામેલ કરી છે. તેમાં ફિનલેન્ડ અવ્વલ છે.
નોર્વેને પછાડીને ફિનેલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ બની ગયો છે, જ્યારે બુરડી સૌથી નાખુશ છે. આ મામલે ભારત 156 દેશોમાં 133મા સ્થાને છે. તેમાં ગયા વર્ષની સરખામણીએ 11 નંબરનો ઘટાડો થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશ ભારત કરતા વધુ ખુશખુશાલ છે. તેમાં પાકિસ્તાન 5 નંબર વધીને 75મા અને શ્રીલંકા 4 નંબર વધીને 116મા સ્થાન પર છે. ભૂટાન 97મા અને યુએઈ 117મા સ્થાને છે.