અાજનો સમય અેવો છે કે સમગ્ર વિશ્વ મોટાપાથી પીડાઈ રહ્યું છે. ફાસ્ટફુડ, બેઠાડુ જીવન તેમજ મહેનતની કમીના કારણે મોટાપાની સમસ્યા વિકૃત બની મો ફાડે છે. અાજના સમયે મોટાપો એક બીમારીની જેમ જ સતત ફેલાઈ રહ્યો છે.આરોગ્ય માટે હાનિકારક જંક ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક યુવાનોમા ખૂબ જ પ્રિય છે. તેમાં ઉપયોગમાં લેવાતા સુગર ન માત્ર મોટાપા અને અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપે છે. પરંતુ બ્રિટને પોતાના દેશના લોકોને આ ડ્રિક્સના ખતરાથી બચાવવા માટે એક નવી પદ્ધતિ અપનાવી રહ્યું છે.
સરકારે દેશમાં સુગર ટેક્સ લાગુ કર્યો છે.એટલે હવે મીઠી ડ્રિંક્સ ખરીદી પર લોકોને વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર પડશે. આ ટેક્સ સિસ્ટમ ગુરુવારથી લાગુ પડશે. આ નિર્ણય સરકારે મોટાપાથી થતી અન્ય બીમારીઓથી લડવાની યોજનાના ભાગ રૂપ છે. સરકારે સુગર ટેક્સ લાગુ કર્યો છે. આ કરથી સરકાર વાર્ષિક 24 કરોડ પાઉન્ડ એકત્ર કરશે. અા કરનો ઉપયોગ અાવા મોટાપાની ગંભીર બીમારીથી પીડિત લોકોને મદદ કરવામાં અાવશે. આ પૈસોનો ઉપયોગ સીધી રીતે આરોગ્યવર્ધક સ્નેક્સ ક્લબ બનાવવા, શાળાઓમાં રમત સુવિધાઓ વધારવા અને બાળકોમાં આરોગ્ય સંબંધિત હેતુઓ વિકસાવવામાં આવશે.