સાયન્સ અને ટેકનોલાજીના અા યુગમાં હરણફાળ ભરી રહેલા ઉપકરણોએ અાપણું જીવન જાણેકે યંત્રવત બનાવી દીધુ છે. નાની નાની વાતોમાં જે મજા માણતા હતા તે તો જાણેકે બહુ જ પાછળ છુટી ગયુ છે. અાપણે સૌ અેક જ વાત કરીએ છીએ કે સમય જ ક્યાં છે. પરંતુ શુ અાપણે વિચાર્યુ છે કે અાપણે જે ખુશી મેળવતા હતા અાનંદ લૂંટી શકતા હતા તે અાજે મહેનત કરવા છતા મેળવી નથી શકતા. અા બધામાં જાણતા અજાણતા અાપણે અાપણી અાવનારી ભાવી પેઢી સાથે ક્યાંક અન્યાય તો નથી કરી રહ્યા ને.
અાપણી પાસે ટાઈમ નથી અને અા બધાનો ભોગ બને છે અાપણા નિર્દોષ બાળકો. અેક રિપોર્ટમાં ચોકવનારો ખુલાસો કરવામાં અાવ્યો હતો જેમા અેક સર્વે હાથ ધરાયો હતો અાંકડાઓએ અાપણી સૌની સામે લાલબત્તી ધરી છે. અા સર્વેમાં માહિતી અાપવામાં અાવી હતી કે દેશમાં 100માંથી 68 બાળકો વીડિયોગેમના વળગણનો શિકાર છે.
કારણ જાણવા પ્રયત્ન કર્યો તો સામે અાવ્યુ અાપણી ભારતીય સંસ્કૃત્તિમાં જે સમુહ ભાવના હતી તે તો અાપણે ક્યાંક પાછળ છોડી અાવ્યા છીએ. સંયુક્ત કુંટુંબો તો માત્ર હવે ફિલ્મોમાં જોવા મળે છે. વડિલોની છત્રછાંયામાં બાળકોના માનસિક વિકાસની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ થતુ જે હવે માત્ર સ્વપ્ન સમાન છે. સ્વાર્થ વૃત્તિએ અાપણને એટલા ઘેર્યા છે કે અાપણી પાસે બીજા માટે કંઈ વિચારવાનો સમય જ નથી. અાપણે અાપણા જીવનને સરળ બનાવવા બાળકો દ્વારા પુછાતા કાલાઘેલા સવાલોથી બચવા સરળ રસ્તો શોધ્યો છે અાપણે બાળકોને ફોન પકડાવી દઈ જવાબદારીઓથી વિમુક્ત થઈ જઈએ છીએ.
અમુક માતા-પિતાતો અામા પણ ગર્વ લે કે મારુ બાળક ભારે હોશિયાર કોઈ પણ ગેમ અાપો જીતી જાય. શું કરી રહ્યા છીએ અાપણે બાળકો સાથે તેમને જે બચપન માણવા મળ્યુ છે તે ફરી નહી અાવે અે બાળકોને સમય અાપી સાચો પથ બતાવી અાવનારા ભવિષ્યને મજબુત બનાવીએ.