Author: Hemangi Gor- SatyaDay Desk

tamilnadu 1568584540

ઓડનથુરઇથી શિવાની ચતુર્વેદી: કોઇમ્બતૂરથી 40 કિ.મી. દૂર ઓડનથુરઇ પંચાયત સ્વનિર્ભર બન્યાની કહાણી અનોખી છે. અહીંના 11 ગામમાં દરેક ઘર પાકું છે. છત પર સોલર પેનલ લાગેલી છે. કોન્ક્રીટના રસ્તા છે. દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા છે અને દરેક ઘરમાં શૌચાલય પણ છે. ઓડનથુરઇ ગ્રામ પંચાયત પોતાની જરૂરિયાતની વીજળી જાતે ઉત્પન્ન કરવા ઉપરાંત તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડને વીજળી વેચે પણ છે, જેનાથી તેને વાર્ષિક 19 લાખ રૂ.ની આવક થાય છે. આવું કરનારી તે દેશની એકમાત્ર પંચાયત છે. તમામ ઘરોમાં વીજળી મફત છે. 1996માં સરપંચ રહેલા આર. ષણમુગમ પરિવર્તનના પ્રણેતા બન્યા આ વિશેષતાઓના કારણે વર્લ્ડ બેંકના નિષ્ણાતો, દેશભરના સરકારી અધિકારીઓ અને 43 દેશના…

Read More
anath 1568619360

આપણને સૌને ખબર છે કે, રોજ દુનિયાભરમાં હજારો ટન જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે. આ ભોજનનો બગાડ થવાથી ઘણા ભૂખ્યા લોકો તેનાથી વંચિત રહે છે. બેંગ્લોરમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 5 મિત્રોએ આ બગાડને અટકાવવા માટે એક સારો જુગાડ શોધી લીધો છે. તેઓ સ્કૂલની મેસમાં વધેલું ભોજન અનાથાશ્રમના 30 બાળકોને વહેંચે છે. ભોજનનો બગાડ અટકાવ્યો સિદ્ધાર્થ સંતોષ, નિખિલ દીપક, વરુણ દુરે, સૌરવ સંજીવ અને કુશાગ્ર સેઠી નાનકડી ઉંમરમાં પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. તેઓ અભ્યાસની સાથોસાથ 800 કિલોગ્રામ ભોજનના બગાડને પણ રોકે છે. ‘ભોજનને વેસ્ટ થતું જોઈને અમારો જીવ બળતો હતો’ સિદ્ધાર્થે પોતાના આ કામ વિશે…

Read More
til tarpan01 1568355706

આ મંદિરમાં ગજરાજ નહીં પણ મનુષ્યના રૂપમાં ગણેશજી બિરાજ્યા છે પિતૃશાંતિની પૂજા નદીના કાંઠે થાય છે, પરંતુ આ અનુષ્ઠાન મંદિરની અંદર જ થાય છે શ્રેષ્ઠા તિવારી, કુટનૂર. આવતી કાલે એટલે કે શનિવારથી શ્રાદ્ધપક્ષ શરૂ થવાનો છે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોના માનમાં પૂજા-વિધી સાથે તર્પણ કરવામાં આવે છે. પિતૃના શ્રાદ્ધ માટે દક્ષિણ ભારતમાં તમિલનાડુનું તિલતર્પણ પુરી સૌથી મહત્વનાં સ્થાનો પૈકીનું એક છે. ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે અહીં જ પૂજા કરી હતી. અન્ય એક ખાસ વાત એ છે કે અહીં દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશનો ચહેરો ગજરાજ જેવો નહીં પણ મનુષ્ય જેવો છે. આ મંદિરને આદિ વિનાયક મંદિર કહેવામાં…

Read More
0521pitrupaksha2019cover 1568627955

હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો વદપક્ષ પિતૃઓની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કારણ કે ગ્રંથો પ્રમાણે માણસનો એક મહિનો પિતૃઓનો એક દિવસ-રાત હોય છે. વદપક્ષને પિતૃઓનો દિવસ અને સુદપક્ષ રાત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તો ચંદ્રલોકમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ભાદરવા મહિનાના વદપક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. એટલા માટે આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વિધાન છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે પિત઼ૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ શાસ્ત્રોમાં જણાવેલા યોગ્ય સમયે કરવાથી જ ફળદાયી થાય છે. તર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે ક્યારે…

Read More
urinesample 1568626260

મુંબઈઃ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ તથા રોહિત શરફ લીડ રોલમાં છે. હાલમાં જ શોનાલી બોઝે ખુલાસો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. શું કહ્યું શોનાલીએ? શોનાલીએ કહ્યું હતું, ‘એક ઈમોશનલ સીન હતો, જ્યાં એક સીન બાદ પ્રિયંકાએ રડવાનું હતું. મારા કટ કહ્યાં બાદ પણ પ્રિયંકા રડતી રહી હતી. તેણે રડતાં રડતાં મને કહ્યું હતું કે મને માફ કરી દો, હવે મને ખબર પડી કે બાળકને ગુમાવવાનું દર્દ શું હોય છે. હું ઈશલુ માટે સોરી ફિલ કરું છું.’…

Read More
bus brother 1568615128

લ્યુઇસિયાના: અમેરિકામાં સેન્ટ્રલ લ્યુઇસિયાના રાજ્યનો રહેવાસી તેના નાના ભાઈને રોજ ફની કપડાં પહેરીને મળે છે. રોજ બપોરે જ્યારે મેક્સ તેની સ્કૂલ બસમાંથી ઉતરે છે ત્યારે તેનો મોટો ભાઈ નોહ ડિફરન્ટ ફની કૉસ્ટ્યૂમ પહેરીને તેનું સ્વાગત કરે છે. આ બંનેની ચર્ચા માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પણ કરે છે. નોહે ફેસબુક પર ધ બસ બ્રધર્સ નામનું અકાઉન્ટ બનાવ્યું છે, જેમાં તે ફોટા અને વીડિયો શેર કરતો રહે છે. આઈડિયા મોટાભાઈને રોજ નવા કપડાંમાં જોઈને મેક્સને પહેલાં નવાઈ લાગી હતી, પણ પછી તેને મજા આવવા લાગી. નોહે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આ વર્ષ મારી હાઈસ્કૂલનું છેલ્લું વર્ષ છે. ત્યારબાદ હું…

Read More
tejas train 1568635159

ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને 25 લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં મળશે ટ્રેનમાં કોઈ પણ વર્ગને ભાડામાં છૂટ નહીં મળે યુટિલિટી ડેસ્ક. ભારતીય રેલવે 100 દિવસના એક્શન પ્લાન હેઠળ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) બે તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. બંનેમાંથી એક ટ્રેન જે નવી દિલ્હીથી લખનઉ જંક્શનની વચ્ચે દોડશે તો બીજી ટ્રેન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડશે. આઈઆરસીટીસીએ જાહેરાત કરી છે કે, આ ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં. આ ટ્રેનમાં માત્ર જનરલ ક્વોટા જ હશે. તેજસ એક્સપ્રેસ સાથે જોડાયેલી…

Read More
sbi 1568630699

યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે, તમે ફક્ત તમારાં બેંક ખાતામાં રહેલાં બેલેન્સમાંથી જ પૈસા ઉપાડી શકો છો. પરંતુ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને બેંક ખાતામાં રહેલાં બેલેન્સ કરતાં વધુ પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. બેંક આ સુવિધા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તરીકે પ્રદાન કરે છે. ચાલો જાણીએ ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શું છે? ઓવરડ્રાફટ એ એક પ્રકારની લોન છે. તેના કારણે ગ્રાહકો પતાના બેંક અકાઉન્ટમાં રહેલાં બેલેન્સ કરતા વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાના પૈસા ચોક્કસ સમયગાળાની અંદર ભરપાઈ કરવા પડે છે અને તેની પર વ્યાજ પણ લાગે…

Read More
11 7

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રાજેન્દ્ર કેસરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કર્યું રાજેન્દ્ર કેસરાએ જિંદગીમાં ક્યારેય કાર ચલાવી નહોતી ઝાલાવાડ: અત્યારે દેશભરમાં મોટર વ્હીકલ એક્ટને લઈને દરેક લોકો સાચવીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે કે જેથી તેમને કોઈ દંડ ભરવો ન પડે. ગુજરાતમાં પણ આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી આ એક્ટ લાગુ થઈ ગયો છે. મોટી રકમના દંડના દંડના અનેક ફોટા હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, પણ રાજસ્થાનમાં તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરી દીધું છે. રાજેન્દ્ર પાસે ટુ વ્હીલર હતું રાજસ્થાનમાં ઝાલાવાડ શહેરના રહેવાસી રાજેન્દ્ર કેસરાનું સપ્ટેમ્બર 2011માં મૃત્યુ થયું હતું. આ વ્યક્તિના ઘરે તેમને…

Read More
10 1

હોમોસેક્સ્યુઅલ સર્વિસ આપવાને બહાને ઘરમાં ઘુસીને લૂંટ ચલાવતી આંતરરાજ્ય ટોળકીના પાંચ શખ્સોની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીઓ અમદાવાદ, વડોદરા તથા અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સર્વિસ આપવા જઈને ગ્રાહકની એકલતાનો લાભ લઈને લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વસ્ત્રાપુરમાં ૨૬ ઓગસ્ટના રોજ રાત્રે એક રહેવાસીના ઘરમાં ચાર અજાણ્યા શખ્સોએ ઘુસીને તિજોરીમાંથી રોકડ રકમ, ઘડિયાળો અને એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હતી. તેમણે બાદમાં એટીએમનો પાસવર્ડ મેળવીને રૃ.૫૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા આ બનાવ બાદ આરોપીઓ અમદાવાદની રોયલ પેલેસ હોટેલમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. અહીંથી વધુ માહિતી મેળવીને પોલીસે દિલ્હીના નોઈડા સેક્ટર-૩૫ નજીકના વિસ્તારમાંથી પાંચ આરોપીને…

Read More