Author: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

safe image 13

બહેનના ઘરેથી સામાજિક પ્રસંગેથી પરત ફરેલાં મહિલાને મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં બે ગઠિયા ભેટી ગયા હતા. પાલનપુરનો રસ્તો પૂછી વાતોમાં વાળ્યા બાદ ગઠિયો મહિલાને સેવા કેન્દ્ર પાસે લઇ જઇ સોનાના દોઢ લાખથી વધુના દાગીના ઉતરાવી પથ્થર અને ખોટી બંગડીઓ બાંધેલા રૂમાલની પોટલી હાથમાં પકડાવી ભાગી છુટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી મૂકી છે. મહિલાની ફરિયાદ આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. મહેસાણામાં ઉંચીશેરીમાં રહેતાં ભાવનાબેન નિલેશભાઇ ઠાકર રવિવારે ગાંધીનગર બહેનના ઘરે સામાજિક પ્રસંગે ગયાં હતાં અને અહીંથી રાત્રે એસટી બસમાં ગોઝારિયા અને ત્યાંથી ઇકો ગાડીમાં બેસી મહેસાણા પહોંચ્યા હતા. સાંજના 5 વાગે તેઓ ફુવારાથી ચાલતાં તોરણવાળી ચોકમાં સાંકાભાઇ કોમ્પલેક્ષ નજીકથી પસાર…

Read More
ST 1 1

ગુરુની શિષ્ય પરંપરાનું ઉલ્લંઘન કરતી એક મહિલા શિક્ષિકાની હાઈસ્કૂલની વિદ્યાર્થીની સાથે જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલો અમેરિકાના ફ્લોરિડાની એક શાળાનો છે. આરોપી શિક્ષકનું નામ ઇલ્વિયા ગોંઝાલેઝ છે, જે 40 વર્ષની છે. આરોપી શિક્ષીકા સ્કૂલ ઈન્ચાર્જની સાળી પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પીડિત છોકરાએ પોતાનો સેલ ફોન શાળાના આચાર્યને બતાવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી. આ પછી, પોલીસને જાણ કર્યા પછી જાતીય શોષણના આરોપમાં ગોંજાલેઝની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના અંગે શાળાને ત્યારે ખબર પડી જ્યારે હાઇસ્કૂલના 16 વર્ષના વિદ્યાર્થીએ આચાર્યને પોતાનો સેલ ફોન બતાવ્યો. આ પછી, આરોપી શિક્ષીકાએ ફોન પર મોકલેલા વીડિયો અને…

Read More
mik2

સિમ્પલી રેડ ફ્રન્ટમેન તરીકે જાણીતા સિંગર મિક હકનલને કોઇ ઓળખની જરૂર નથી. તેની ખ્યાતિ આજે જેટલી ઊંચાઈ પર છે તેણે એટલી જ ફેમસ હસીનાઓને ડેટ કરી છે. કેથરિન ઝેટા જોન્સ, હેલેના ક્રિસ્ટેનસેન અને માર્ટિન એમચીકચેન જેવી ગાયિકા સાથે તેનું નામ જોડાઇ ચુક્યુ છે. પરંતુ હાલમાં તેણે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે તેને લઇને તે લાઇમલાઇટમાં છે. દરરોજ 3 સ્ત્રીઓ સાથે સૂતો આ ઉપરાંત તેણે વર્ષ 2010માં એક કુખ્યાત ઇન્ટરવ્યૂ કર્યો હતો કે જેમાં તેણે તેવો દાવો કર્યો હતો કે તે એક દિવસમાં ત્રણ મહિલાઓ સાથે સંભોગ કરે છે. તેણે એક ન્યૂઝ પેપર સાથેના ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે ‘જ્યારે મને પ્રસિદ્ધી…

Read More
VO 2 2

ટેલિકોમ કંપની વોડા-આઈડીયા એ પોતાની સાથે સૌથી વધારે વપરાશકર્તાઓને જોડવા માટે ધમાકેદાર ઓફર્સ માર્કેટમાં ઉતારી છે. આ ઓફરથી યૂઝર્સ માત્ર 799 રૂપિયામાં સ્માર્ટફોનની ખરીદી કરી શકશે. ઉલ્લેખનીય છે કે કંપની ઈન્ટરનેશનલ કઝ્યૂમર ફાઈનાન્સ હોમ ક્રેડિટ સાથે ભાગીદારી કરી છે. તેના હેઠળ વપરાશકર્તા 799 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે મોબાઈલ ઘરે લઈ જઈ શકે છે. આ સિવાય ફોનનાં ગ્રાહકોને ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ગ્રાહકોને મોટી સંખ્યામાં સ્માર્ટફોનની રેન્જ મળશે ગ્રાહકો માટે હોમ ક્રેડિટ સાઇટ પર પ્રીમિયમ ફોનની પ્રીમિયમ રેન્જથી લઇને 3,999 રૂપિયા સુધીનાં ફોન્સ ઉપલબ્ધ છે. ઉપરાંત, વોડા અને આઇડિયા વપરાશકર્તાઓ માત્ર 799 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે પ્રારંભિક કિંમતનો ફોન ખરીદી શકશે.…

Read More
police 9

ઉત્તરપ્રદેશના લખનૌમાં હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાનું પગેરું સુરતમાં નીકળ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસની એક ટીમ તપાસ માટે સુરતમાં આવી છે. યુપી પોલીસે ધરતી નમકીન એન્ડ સ્વીટ નામની દુકાનમાં પહોંચીને પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ રશીદ અને તેના સાગરીતે ધરતી ફરસાણમાંથી ઘારી ખરીદી હતી. અને તે બોક્સમાં હથિયારો મુકીને લખનૌ ગયા હતાં. જ્યાં કમલેશ તિવારીની હત્યા કરી હોવાનો આરોપ છે. ગુજરાત એટીએસએ રાશીદ સહિત ત્રણ આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે. તો બે આરોપી અશફાક શેખ અને ફરીજ મોઈનુદ્દીન પઠાણ ફરાર છે.. જેમની શોધખોળ ચાલી રહી છે. ત્યારે યુપી પોલીસે પણ સુરતમાં તપાસ હાથ…

Read More
MANG

જુનાગઢ, માંગરોળ, પંથકમા ધોધમાર વરસાદથી ખેડુતોના તૈયાર પાકને નુકસાન થયું છે. મગફળી અને પશુના ઘાસચારાને વ્યાપક નુકશાન થયું છે. તો ફરીથી પાક વીમાનું સર્વે કરવા ખેડુતોએ માંગ કરી છે. ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરાયો હતો. ત્યારે પચીસ ટકા જેટલો મગફળીનો પાક સલામત હતો પરંતુ હાલમાં વરસાદ થતાં આ પાક પણ ફેઈલ થતાં ખેડુતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે. ચાલુ વર્ષ દરમીયાન સારો વરસાદ થતા ખેડુતોના ચોમાસાનો મગફળી સહીતનો પાક સારો થયો હતો. પરંતુ વરસાદની સિઝન લાંબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નિષ્ફળ જતા ખેડુતોમા નિરાશા વ્યાપી છે. સારા ચોમાસા બાદ તૈયાર પાકને નુકશાન થતા ખેડુતોની આશા…

Read More
download 61

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 31મી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફારી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા જંગલમાંથી મળેલ વેસ્ટ લાકડામાંથી વિવિધ પ્રાણીઓ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. જે આ સફારી પાર્કમાં લોકોમાં વન્ય જીવન અંગે જાગૃતિ આવે તે હેતુસર મુકવામાં આવનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ માં ફરવા માટેનું એક રમણીય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જેમાં રિવર ક્રાફ્ટિંગ બાદ હવે સફારી પાર્કનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેમાં મહત્વની વાત એ છે કે આ સફારી પાર્કમાં તાપી જિલ્લાના વનવિભાગ દ્વારા જંગલમાં પડી ગયેલા અને વેસ્ટ પડી રહેલ આ પ્રકારના લાકડાઓમાંથી બનાવેલ પ્રાણીઓના…

Read More
101246267 flipkartjpg

ભાઠેના તગાડીવાળા કંપાઉન્ડમાંથી ફ્લીપકાર્ડ કંપનીના સુરતના ડીલર પાસેથી 3 લાખની ઉપરની 22 ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લઇ નવસારીના ગ્રાહકોને ડીલીવરી કરવા નીકળેલો ડ્રાઇવર બે ડીલીવરી બોયને અમન સોસાયટી પાસે નાસ્તો કરવા ઉતારી દઇ ભાગી છૂટ્યો હતો. બે દિવસ બાદ ટેમ્પો ભેસ્તાન આવાસ પાસેથી મળી આવ્યો હતો. તેમાંથી 1.22 લાખની કિંમતની 8 આઇટમ ચોરી થઇ ગઇ હોઇ ડીલરે ડ્રાઇવર વિરૂદ્ધ ઉધના પોલીસ મથકે છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા યુનિસ હાજી સલીમ શેખ ભાઠેના તગાડીવાળા કમ્પાઉન્ડમાં એ.આઈ.એમ. લોજીસ્ટીક કંપની ચલાવે છે. તેમની કંપનીમાંથી ફ્લીપ કાર્ડ કંપનીમાં સુરત કે તેની આસપાસના ગ્રાહકો દ્વારા મંગાવાયેલો ઓર્ડર પહોંચાડવાનું કામ છે. પેઢીના…

Read More
ram1

લોકો ભગવાનની ભક્તિ કરવા માટે અનોખા રસ્તા અપનાવે છે તેના વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આપણા દેશમાં એવો સમુદાય પણ વસે છે.જે તેના પૂરા શરીર પર રામ નામ લખે તો છે પરંતુ ક્યારેય તેની પૂજા કરતો નથી. આપણા દેશમાં વસતા આ સમુદાયના લોકો ક્યારેય મંદિરમાં પૂજા પાઠ કરવા જતા નથી. સામાજિક બગાવતની નિશાની કહેવાય છે કે ટૈટૂ આ સમાજના લોકો માટે એક સામાજિક બગાવતની નિશાની છે. લગભગ 100 વર્ષ પહેલા ગામમાં હિંદૂઓ ધર્મની ઉચ્ચ જાતિના લોકોએ આ સમુહના લોકો માટે મંદિરમાં જવાની મનાઈ ફરમાવી હતી. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે. તેઓ પોતાના શરીર પર રામ નામ લખાવે…

Read More
jio aap

દિવાળી પહેલાં પોતાના ગ્રાહકોને રિલાયન્સ જિયોએ એક શાનદાર ગિફ્ટ આપી છે. ગિલાયન્સે Jio Phoneના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે, જે બાદ આ ફોનને ગ્રાહકો માત્ર 699 રૂપિયામાં ખરીદી શકે છે. દિવાળી પર ગ્રાહકોને આપવામાં આવેલી કંપનીની આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે. રિલાયન્સે Jio Phoneને જુલાઇ 2017માં 1500 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. તે બાદ કંપનીએ એક્સચેન્જ ઑફર શરૂ કરી હતી. જે અંતર્ગત Jio Phone માત્ર 501 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે ઘણા સમય બાદ કંપની આ ફોનને નવી ઑફર સાથે માર્કેટમાં લાવી છે. રિલાયન્સ Jio Phone લેવા માંગતા ગ્રાહકોએ સૌથી પહેલાં તેની સત્તવાર વેબસાઇટ www.jio.com પર જવાનું રહેશે. દિવાળી ઑફરમાં કંપનીએ ફક્ત…

Read More