Author: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

fire 1 1572067729

કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યુસમે શુક્રવારે લોસ એન્જેલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગની અસર અને જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગ 5,000 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. બીજીબાજુ સોમવારે લોસ એન્જેલસથી 65 કિમી દૂર સેન્ટા ક્લેરિટામાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે. ન્યૂસમે કહ્યું હતું કે હું લોસ એન્જલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેતી આગની ભીષણતાને જોતા ઈમર્જન્સીની જાહેરાત કરું છે. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 500 જેટલા ઘર સળગી ગયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. એક મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું આ અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે…

Read More
content image 1d722a08 5202 4766 8aa8 a0004a3b9ad1

હનુમાનજી- ભૈરવ-મહાકાળીની ઉપાસના, મંત્રસિદ્ધિ-યંત્રસિદ્ધિની સાધના થશે દિવાળીના તહેવારો ઉલ્લાસપૂર્વક આગળ ધપી રહ્યા છે. વાઘ બારશ-ધન તેરસની આસૃથા-ઉલ્લાસપૂર્વક ઉજવણી બાદ હવે આજે  કાળી ચૌદશ છે.  આ વખતે કાળી ચૌદશ અને શનિવારનો ઉત્તમ સંયોગ સર્જાયો છે. કાળી ચૌદશના હનુમાનજી-શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. કાળી ચૌદશે હનુમાનજીના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશે શક્તિના કાળી રૂપને પૂજવામાં આવે છે તેમજ આ દિવસ તંત્ર-મંત્રની ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કકળાટ કાઢે છે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે કરેલી મંત્ર-તંત્રની પૂજામાં ઘણી શક્તિ છે અને તેનાથી વ્યક્તિમાં આંતરિક શક્તિનો…

Read More
content image 37c409bf 3d49 4e80 a04d 698cfcc845da

શહેરના સગરામપુરા વિસ્તારમાં ચામુંડા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા શ્યામ ચેમ્બર્સમાં ત્રીજા માળે એલઆઇસી એજન્ટ નરેશ બાબુભાઇ કાકડીયાની ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા. ગત રોજ ઓફિસ આસીસટન્ટ આકાંક્ષા ટુંડીવાલા ઓફિસને બંધ કરીને ગયા બાદ આજે સવારે રાબેતા મુજબ ઓફિસ ખોલી હતી. તે દરમ્યાન કલેકશન બોય મીતેશ દિલીપ ઠાકોર (રહે. ઓમ સાંઇ શ્રી જલારામ નગર, ઉધના) પાછળના ભાગે આવેલી એજન્ટ નરેશભાઇની ઓફિસમાં ગયો હતો ત્યારે સરસામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરાની તોડફોડ અને ડી.વી.આર નજરે ન્હોતા પડતા તુરંત જ એજન્ટને જાણ કરી હતી. જેથી નરેશભાઇ તુરંત જ દોડી આવ્યા હતા અને ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂા. 50 હજાર પણ ગુમ હતા. જેની જાણ થતા…

Read More
content image f97c9dc4 aad5 4ebe a668 ba172f7702d7

એવી લોકમાન્યતા છે કે, કાળી ચૌદશના દિવસે તાંત્રિક વિદ્યાને જાણનાર લોકો આ રાત્રિએ સ્મશાનમાં જઇ ભૂત, ભૈરવની પૂજા કરતા હોય છે. કાળી ચૌદશને રૃપ ચૌદશ, નરક નિવારણ ચૌદશના નામે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશના દિવસે લોકો વહેલા ઘરે પહોંચ્યા પછી તે દિવસની રાત્રિએ ઘરેથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. કાળીચૌદશના દિવસે લોકોમાં ભૂત- પ્રેત અને તાંત્રિક વિદ્યાનો ઘણો ડર જોઇ શકાતો હોય છે. એક પરંપરા મુજબ કાળીચૌદશની રાત્રિનાં પહેલા પ્રહરે ઘરમાં ગયા વર્ષથી રહી ગયેલા ક્લેષ, કંકાશ, કકળાટને વડા અને ભજિયાના રૃપે ચાર રસ્તાએ મૂકીને કંકાશને કાઢવાનો એક રિવાજ પણ છે. આજે વાત કરીએ અમદાવાદના એક જાણીતા વિસ્તારની જ્યાં ૧૦૦…

Read More
content image 22005bd9 c9ee 4514 b39b 5d4069289c5b

ઇલેકટ્રોનિકસના ધંધામાં બે ભાગીદારો માર્કેટમાંથી રૂા. 60 લાખનો સરસામાન પેમેન્ટ નહિ ચુકવી વિશ્વાસઘાત કરતા અને લેણદાર વ્યાપારીઓ દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરતા નાસીપાસ થઇ જનાર વેસુના વ્યાપારીએ ગત જુલાઇ માસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હતો. આ પ્રકરણમાં ઉમરા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપનાર બે પૈકીના એક ભાગીદારની ધરપકડ કરી છે. વેસુના સનસાઇન એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ રાજેન્દ્ર સૈની વિશાલ ધર્મચંદ નાહટા અને મનસુખ પયાજરા સાથે ન્યુ વિશાલ ઇલેક્ટ્રીક નામે વેસુના સોમેશ્વરા સર્કલ ખાતે ભાગીદારીમાં ધંધો કરતો હતો. વર્ષ 2018 ના ડિસેમ્બર મહિનામાં મનસુખ પયાજરાની દિકરીના લગ્ન હોવાથી મનોજ સૈનીના નામનો ચેક આપી માર્કેટમાંથી રૂા. 50 થી 60 લાખનો ઇલેકટ્રોનિકસનો સામાન ખરીદયો…

Read More
safe image 16

આક્રમક શિવસેનાએ ફરી એકવાર ભાજપને ટોણો માર્યો હતો. પોતાના મુખપત્ર સામનાની આજની અર્થાત્ શનિવારની આવૃત્તિમાં પ્રગટ થયેલા અગ્રલેખમાં શિવસેનાએ પૂછ્યું હતું કે હરિયાણામાં તમારે સમાધાન કરવું પડ્યું ને ? એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ કરવું પડશે. અમારી સાથે યુતિ કર્યા વિના છૂટકો નથી. અગ્રલેખમાં વધુમાં જણાવાયું હતું કે તમારો વિજયઘોડો 40ના આંકડા પર અટકી ગયો હતો. હવે બહુ ગુમાન નહીં કરો. ‘મહારાષ્ટ્રમાં 220નો આંકડો પાર ન પડ્યો એમ હરિયાણામાં અબ કી બાર પચહત્તર કી બારનો નારો ચાલ્યો નહીં. ઘોડો 40 પર અટકી ગયો. કોંગ્રેસ પક્ષે ધાર્યા કરતાં સારો દેખાવ કર્યો અને 31 બેઠકો પર કબજો જમાવી લીધો.’ આ અગ્રલેખમાં કોંગ્રેસના…

Read More
0521diwali730 1571920532

દિવાળી મહોત્સવ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ 5 દિવસોના તહેવારોમાં પહેલાં દિવસે આયુર્વેદ અને ઔષધીઓના દેવતા ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે કાળી ચૌદશ તિથિએ ધર્મરાજની પૂજા અને દીપદાન કરવામાં આવે છે. તેના બીજા દિવસે અર્થાત્ આસો મહિનાની અમાસના દિવસે લક્ષ્મીજીની પૂજાની સાથે જ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે અર્થાત્ એકમની તિથિએ ગોવર્ધન પૂજા અને ગુજરાતી હિન્દુઓનું નવું વર્ષ ઉજવવામાં આવશે. તેના બીજા દિવસે અર્થાત્ બીજના દિવસે ભાઈબીજના તહેવાર સાથે જ આખો દિપોત્સવી મહોત્સવ પૂરો થઈ જાય છે. દિવાળી મહોત્સવ શા માટે? 5 દિવસો સુધી ચાલનારા આ દિવાળી મહોત્સવ મનાવવાનું કારણ એ છે કે…

Read More
333 1572011387

ગામડાંની વાત થતી હોય ત્યારે સામાન્ય રીતે ઇનોવેશનની અપેક્ષા લોકો ઓછી કરતા હોય છે પરંતુ હરિયાણાનાં કુંજપુર ગામના 3 યુવાનોએ આ વાતને ખોટી પુરવાર કરી છે. આ ગામના 3 અગ્રવાલ ભાઈઓ અમિત ,આદિત્ય અને અનુજે ભેગા મળીને ગામને સ્વચ્છ રાખીને વીજળીનું ઉત્પાદન કરે છે. હરિયાણાના કુંજપુર ગામમાં ઠેર ઠેર છાણનો અંબાર જોવા મળતો હતો અને તમામ જૈવિક કચરો ગામની ગટરમાં જતો હતો. તેને લીધે ગામમાં અનેક સમસ્યા ઊભી થતી હતી. તેને જોઈને ગામના અગ્રવાલ ભાઈઓએ આ સમસ્યાને નિવારવા માટે જૈવિક ખાતર બનાવવાનો વિચાર આવ્યો. આદિત્ય અગ્રવાલે તેના પિતા નવલ કિશોર અગ્રવાલની સલાહ અને ભાઈઓના સહયોગથી તેમની ફેક્ટરીની પાસે વર્ષ 2014માં…

Read More
4 1572004469

દિશા પટનીની ફિલ્મ ‘કેટીના’નું શૂટિંગ 25 ઓક્ટોબરથી શરૂ થયું છે. આ ફિલ્મમાં દિશાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેમાં તે એકતા કપૂરની જેમ જ બ્રેસલેટ્સ તથા રિંગ્સ સાથે જોવા મળે છે. નોંધનીય છે કે આ ફિલ્મનું પ્રોડક્શન એકતા કપૂર કરી રહી છે. એકતાની બાયોપિક હોવાની ચર્ચા દિશાનો ફર્સ્ટ લુક શૅર કરતાં એકતાએ કહ્યું હતું, ‘કેટીના’ના બધાને જય માતાદી (તે પહેલાં ટીના હતી પરંતુ હવે કેટીના, કારણ કે તેના પર ‘કે’ સૂટ કરે છે, એવું તેને જ્યોતિષીએ કહ્યું છે) પરંતુ યાર આટલી બધી રિંગ્સ કોણ પહેરે છે? દિશા પટની આજ પહેલાં ક્યારેય આવી જોઈ નહીં હોય. મનપસંદ વાર્તા, શૂટિંગ શરૂ. ફર્સ્ટ…

Read More
untitled 1572002142

સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ ટ્યુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી. એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. બે કલર પ્રિન્ટર, બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. 87500ની…

Read More