Author: Karan Parmar

A

ગાંધીનગર, 17 મે 2020 રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે આગામી 20 મે 2020થી નર્મદા નહેરના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવામાં આવશે. સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પાણી નંખાશે. જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ્વારા 6 જળાશય અને 293 તળાવો ચેકડેમો, લીંક-3 માં 6 જળાશયો અને 53 તળાવો ચેકડેમો, લીંક-4 માં 15 જળાશયો અને 185 તળાવો ચેકડેમ મળી 27 જળાશયો અને 547 ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે. કુલ 115 બંધો સુધી પાણી લઈ જવા પાઈપલાઈન નાંખવાની હતી પણ 16 મે…

Read More
A3

ગાંધીનગર, 17 મે 2020 ગુજરાતમાં 4 હજાર આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતાં 10 હજાર સ્ટાફ અને તબિબોને કોરોનામાં સ્વરક્ષા માટે હાથ મોજા કે કીટ આપવામાં આવી ન હોવાથી આ સ્ટાફ પોતાના ખર્ચે ખરીદીને લોકોનું કામ કરી રહી છે. તેમને સરકારે સ્વરક્ષા માટે સાધનો આપવાની અત્યંત જરૂર હોવા છતાં આપ્યા નથી. આવી ગંભીર બેદરકારી અંગે તબિબોએ સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં કંઈ થયું નથી. 11475 માનવ વસતિ સામે માત્ર એક સરકારી એમબીબીએસ તબીબની ઉપલબ્ધતા છે. ડોક્ટરોની ઉપલબ્ધતામાં ગુજરાતનો નંબર રાષ્ટ્રીય સ્તરે છેક 28મો છે, જે વિકસિત ગણાવતા ગુજરાત માટે ઘણી શરમજનક બાબત છે. રાજ્યભરના ગામડાઓ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આરોગ્ય…

Read More
kovid van 2 Copy

અમદાવાદ, 17 મે 2020 કોરોના વાયરસ કોવિડ-19ના  અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરાશે. 40 મોબાઇલ મેડીકલ વાન – ધનવંતરી રથ સાથે ટીમો બનાવીને મધ્ય ઝોનના 6, દક્ષિણ ઝોનના 2, પૂર્વઝોનનો 1 અને ઉત્તર ઝોનના 1 એમ 10 વોર્ડસના 160 સ્થળોએ સઘન આરોગ્યલક્ષી ઝૂંબેશ શરૂ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં જઈને નાગરિકો-લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા આપશે. સામાન્ય બિમારી વાળા વ્યકિતઓને પણ સારવાર આપશે. કોરોના શંકાસ્પદ…

Read More
image4 Copy 1

કોરોના સંક્રમણને અટકાવવા ત્રીજા તબક્કાના લૉકડાઉનના ત્રીજા તબક્કાનો શાંતિપૂર્ણ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ લોકોએ લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલની સાથે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. રાજ્યમાં જ્યાં સંક્રમણ વધુ છે તેવા રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં લોકોને અગવડતા ન પડે તે માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી કરિયાણા, શાકભાજી, ફળફળાદી વગેરે જેવી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ, પ્રતિબંધિત હોય એવી સેવાઓ કે દુકાનો ચાલુ ન રહે…

Read More
Rupani Devu

ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે લેવા પડશે. તેથી ગુજરાતનું દેવું 2022-23માં 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે. કોરોનાના કારણે ગુજરાત સરકાર પર ભારે દેવું થઈ જશે. રૂપાણી 2022-23માં સત્તા છોડશે ત્યારે દેવું 4 લાખ કરોડ થઈ જશે દરેક ગુજરાતી પર સરેરાશ રૂ.20 હજાર દેવું હશે. કોરોના બાદ આ બોજ સાથે જન્મશે ગુજરાતનું જાહેર…

Read More
Weather

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી – એક અઠવાડિયા સુધીની આગાહી સાચી પડતી થઈ છે. હવે જોઈએ આ વખતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસુ 100 ટકા સારૂં છે એવી આગાહી કરનારા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકાર સાચા પડે છે કે નહીં તે ચોમાસુ પૂરું થયા પછી ખાતરી થશે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, તેલંગાણા, આંધ્રપ્રદેશ,…

Read More
CIVIL HOS

સરકારી ખાનગી હોસ્પિટલોમાં જયારે કીડની , હૃદય , કેન્સર જેવી ગંભીર બિમારીઓ કે ઈમરજન્સીમાં કોઈ દર્દી સારવાર માટે પહોચે છે તો તેનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવો પડે છે. કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, તેવા સંજોગોમાં અન્ય બિમારીથી પીડાતા દર્દીઓના તાત્કાલિક વિનામૂલ્ય ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, માટે ખાનગી લેબની સંખ્યા પણ વધારવી જોઈએ. ઉપરાંત અન્ય બિમારીથી પીડાતા વ્યક્તિનો ટેસ્ટ કરાવવામાં આવે તેવા સંજોગોમાં જો તેનોરિપોર્ટ પોઝીટીવ આવે તો તેને કોરોના વોર્ડમાં ટ્રાન્સફર કરી દેવાય છે . તેને કોરોના સાથે અન્ય બિમારીની સારવાર પણ મળવી જોઈએ, પરંતુ તેવું…

Read More
CIVIL

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે . એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સારવારમાં કંઈક ખામી છે . આ ખામી શોધીને દૂર કરવી અનિવાર્ય છે . અમદાવાદમાં કોરોના સંક્રમણ કરતા પણ અન્ય બિમારીઓની સારવાર નહી મળવાને કારણે વધી રહેલા મૃત્યુદરને અંકુશમાં લેવા સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલરૂમ બનાવી પરિસ્થિતિનું સીધું નિયંત્રણ મુખ્ય પ્રધાન કરે .

Read More
hcg

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, ઉપરાંત રાજય સરકારે ત્રણ મોટી હોસ્પિટલ સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલને રુ . 8 લાખના પેકેજ લઈ કોરોના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. જે ગેરકાયદે છે . હાલની મહામારીની સ્થિતિમાં કોઈપણ ખાનગી હોસ્પિટલને મનફાવે તેવા રુપિયા લઈ કોરોનાનો ઈલાજ કરે તે ચલાવી લેવાય નહી . આથી સરકારે સાલ , સ્ટર્લિંગ , નારાયણી , એચસીજી , એપોલો અને ઝાયડસ હોસ્પિટલને હસ્તગત કરવી જોઈએ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય ગંભીર બિમારીનો ઈલાજ થાય તેનો ખર્ચ સરકારે ઉપાડવો જોઈએ . તમામ મોટી ખાનગી હોસ્પિટલમાં કોરોનાની…

Read More
svp1

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, 15 મે 2020 સવારે 10 વાગ્યાની સ્થિતિ જોતા અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન 859 દર્દીઓના મોત નિપજયા છે . આ પૈકી એસવીપીમાં 106 , સિવિલ હોસ્પિટલમાં 306 , સોલા સિવીલમાં 22 અને અન્ય હોસ્પિટલમાં 25 દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજયા છે. આ વાસ્તવિકતા છે . કોરોનાથી મૃત્યુના આંકડાનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે શહેરની સિવિલ હોસ્પિટલમાં એસવીપીની સરખામણીમાં ત્રણ ગણા મૃત્યુ થઈ રહ્યા છે . તે ચિંતાજનક છે . એસવીપીમાં અત્યાર સુધી 106 દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે . જયારે સિવિલમાં 306…

Read More