Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Oppo Watch

નવી દિલ્હી : આખરે ઓપ્પોએ તેની પ્રથમ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેનું નામ ઓપ્પો વોચ (Oppo Watch) રાખવામાં આવ્યું છે. તે ઘણી રીતે Apple વોચ જેવી લાગે છે. તેને બે કદમાં લોન્ચ કરવામાં આવી છે 41 મીમી અને 46 મીમી આ બે સાઈઝ છે. તે ગૂગલના Wear OS પર આધારિત કલરઓએસ સ્માર્ટવોચના કસ્ટમ વર્ઝન પર ચાલે છે. આ ઓપ્પો વોચમાં એમોલેડ ડિસ્પ્લે છે અને તેમાં VOOC ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી છે. ઉપરાંત, તેમાં ઇએસઆઈએમ સપોર્ટ અને 5ATM વોટર રેસિસ્ટેંન્સ પણ આપવામાં આવ્યું છે. ઓપ્પો વોચ (41 મીમી) ની કિંમત સીએનવાય 1,499 (લગભગ 15,000 રૂપિયા) રાખવામાં આવી છે અને તેને…

Read More
Kapil Sharma Show

મુંબઈ : હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. હોળી પહેલા ટીવી સીરિયલ ‘ધ કપિલ શર્મા શો’માં હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે અભિનેત્રી કાજોલ તેની શોર્ટ ફિલ્મ દેવીની કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. આ સમય દરમિયાન, દરેક આનંદના મૂડમાં દેખાયા. આ શોમાં કૃષ્ણા અભિષેક સપનાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિન્દીને લઈને મજાક ઉડાવી હતી. સોની ટીવીએ એક પ્રોમો વીડિયો શેર કર્યો છે, જેમાં શોનો ખાસ હોળી એપિસોડ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કાજોલની એન્ટ્રી જુસ્સાદાર રીતે કરવામાં આવી છે. તેની એન્ટ્રી પછી, કૃષ્ણા ત્યાં…

Read More
Delhi Capitals

નવી દિલ્હી : ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની આગામી સીઝનથી પીછેહઠ કરી છે. વોક્સ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાનો હતો. આઈપીએલની 13 મી સીઝનની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઇમાં યોજાનારી મેચથી થશે. સ્કાય સ્પોર્ટ ડોટ કોમના એક અહેવાલે પીએ એજન્સીને ટાંકીને જણાવ્યું છે કે, વોક્સે ફ્રેન્ચાઇઝીને આ વિશે જાણ કરી દીધી છે અને ફ્રેન્ચાઇઝીએ પણ તેમના વિકલ્પોની શોધખોળ શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર વોક્સે કહ્યું છે કે, તે ઉનાળામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે પોતાને તાજો (ફ્રેશ) રાખવા માંગે છે. આઇપીએલની હરાજીમાં વોક્સને દિલ્હી કેપિટલ્સ દ્વારા 1.50…

Read More
Katrina Kaif Akshay Kumar

મુંબઈ : અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત સૂર્યવંશી ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ અંગે ચાહકોમાં પહેલેથી જ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ જેટલી ગંભીર છે તેનાથી ઉલટી ફિલ્મની કાસ્ટ અને ક્રૂ છે. કેટરીનાએ સૂર્યવંશીની ટીમ સાથે દરિયા કિનારે રમતા બીટીએસનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કેટરિના કૈફ ક્રૂ મેમ્બરની સાથે ડોગ એન્ડ ધ બોનની રમત રમતી જોવા મળી શકે છે. તેમના સિવાય ટીમના બાકીના સભ્યો પણ મનોરંજનના મૂડમાં છે. આ સાથે જ અક્ષય કુમાર કેટરીનાની રમતની વ્યૂહરચના પર નજર રાખી રહ્યો છે. જોકે કોઈક રીતે કેટરિના આ રમત જીતી લે છે. દરમિયાન કેટરિનાએ…

Read More
YES Bank

નવી દિલ્હી : ખાનગી ક્ષેત્રની યસ બેંક (YES Bank)ની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઇ રહી નથી. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહિના માટે પ્રતિબંધ લાદ્યો હતો, હવે રેટિંગ એજન્સી મૂડીઝે પણ રેટિંગમાં ઘટાડો કર્યો છે. જેના કારણે યસ બેંક માટે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. મૂડીઝ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યસ બેંક પર આરબીઆઈનો પ્રતિબંધ નકારાત્મક છે. કારણ કે, તે બેંક દ્વારા થાપણદારો અને લેણદારોની ચુકવણીને અસર કરે છે. એ જ રીતે રેટિંગ એજન્સી આઈસીઆરએ પણ યસ બેંકના ટાયર -2 અને ટાયર -1 બોન્ડ્સ પરના રેટિંગ્સમાં ઘટાડો કર્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે,…

Read More
Shahrukh khan

મુંબઈ : સંજય મિશ્રા સ્ટારર ફિલ્મ ‘કામયાબ’ 6 માર્ચે રિલીઝ થઈ છે. સેલેબ્સ તરફથી આ ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી રહી છે. શાહરૂખ ખાને ફિલ્મની આખી ટીમને શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખે ફિલ્મની પ્રશંસામાં બે શબ્દો કહ્યા છે. તેમણે કહ્યું કે કામયાબ એક મોટા દિલવાળી નાની ફિલ્મ છે. તેણે ટ્વિટર પર એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે ફિલ્મની કાસ્ટ સાથે જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘મોટા દિલવાળી નાની ફિલ્મ … અને કેટલાક તૂટેલા દિલ. આશા છે કે જેઓ તેને જુએ છે તેમના તરફથી તેને પ્રેમ મળશે. ટીમને શુભેચ્છા..અને ફક્ત જીવનનો આનંદ માણો, અને…

Read More
Android

નવી દિલ્હી : સાયબર સિક્યુરિટી ફર્મ Which?એ દાવો કર્યો છે કે, વિશ્વભરના 1 અબજ કરતા વધુ Android સ્માર્ટફોનમાં ભૂલો છે. આ સ્માર્ટફોન સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરતા નથી, જેના કારણે તે હેક થઈ શકે છે. આ સાયબર સિક્યુરિટી વોચ ડોગે કહ્યું છે કે, Android અથવા 2012 માં શરૂઆતમાં લોંચ કરેલા સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે આ વધુ ગંભીર સમસ્યા છે. હજી સુધી, ગૂગલે આ અહેવાલ પર કોઈ નિવેદન જાહેર કર્યું નથી. આ સિક્યુરિટી વોચ ડોગએ ગૂગલ સહિત એન્ડ્રોઇડ સ્માર્ટફોન કંપનીઓ પર પણ સવાલો ઉભા કર્યા છે. આ એજન્સીનું કહેવું છે કે મોબાઇલ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ અંગે વપરાશકર્તાઓ સાથે પારદર્શક રહેવાની જરૂર છે. સામાન્ય…

Read More
Marriage

મુંબઈ : હોલીવુડની પોપ સિંગર કેટી પેરી અને અભિનેતા ઓર્લાન્ડો બ્લૂમે તેમના લગ્નની તારીખ મોકૂફ રાખી હોવાના અહેવાલ છે. અહેવાલ છે કે, આ જોડીએ કોરોના વાયરસને લીધે આ નિર્ણય લીધો છે. કેટી અને ઓર્લાન્ડો જાપાનમાં લગ્ન કરવાના હતા, પરંતુ જાપાનમાં હાલમાં કોવિડ -19 એટલે કે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, તેથી બંનેએ પોતાના લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન મોકૂફ રાખ્યા એક સ્ત્રોતે કહ્યું હતું કે, કોરોના વાયરસના ઘાતક પ્રભાવોને લીધે, સ્ટાર દંપતીએ ફરીથી તેમના ભવ્ય લગ્નની યોજના વિશે વિચાર કર્યો અને આવતા વર્ષે તે કરવાનું નક્કી કર્યું. હવે કેટી પેરી અને ઓર્લાન્ડો બ્લૂમ વર્ષ 2021 માં લગ્ન…

Read More
Rana Kapoor

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા યસ બેંક (YES Bank) પરના પ્રતિબંધ બાદ ગ્રાહકો નારાજ છે. તે જ સમયે, સરકાર યસ બેંક માટે પુનર્ગઠન યોજના લાવી રહી છે. આ સંજોગોમાં યસ બેંકના સ્થાપક રાણા કપૂરનું વિચિત્ર નિવેદન આવ્યું છે. રાણા કપૂરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, હું છેલ્લા 13 મહિનાથી બેંકમાં સક્રિય નથી, તેથી મને શું ચાલી રહ્યું છે તે ખબર નથી. તમને જણાવી દઈએ કે યસ બેંકે નવેમ્બર 2019 માં શેર બજારને કહ્યું હતું કે, રાણા કપૂરની બોર્ડમાંથી કમ્પ્લીટ એક્ઝિટ થઇ ગઈ છે. આ મુજબ, રાણા કપૂર અને તેના પ્રમોટર કંપનીઓ- યસ કેપિટલ અને મોર્ગન ક્રેડિટ્સે…

Read More
Oppo Reno 3 Pro

નવી દિલ્હી : ઓપ્પો રેનો 3 પ્રો (Oppo Reno 3 Pro) આજે (6 માર્ચ)થી પહેલીવાર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાયો છે. તે ફ્લિપકાર્ટ અને એમેઝોન સહિત અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવશે. ઓપ્પો રેનો 3 પ્રોની પ્રારંભિક કિંમત ભારતમાં 29,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત બેઝ મોડેલની છે. અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ ઉપરાંત, તે ઓફલાઇન પ્લેટફોર્મથી પણ ખરીદી શકાય છે. લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન કંપનીએ રેનો 3 પ્રો માટેની કેટલીક ઓફરની પણ જાહેરાત કરી હતી. જેમાં ઓપ્પો કેર સાથે પૂર્ણ નુકસાનની સુરક્ષા અને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક ગ્રાહકો માટે 10 ટકા કેશબેક શામેલ છે. આ સાથે, 1,000 નસીબદાર ગ્રાહકોને ઓપ્પો…

Read More