ભરૂચમાં દિવસને દિવસે વાહનચોરીની ઘટનામાં નોધપાત્ર વધારો થઇ રહ્યુ છે. વાહનચોરીની મળતી વ્યાપક ફરિયાદોને લઇ પોલીસે વાહનચોરો સામે લાલઆંખ કરી છે. ભરૂચના શ્રવણ ચોકડી તથા મઢુલી સર્કલ ખાતે ચાર મોટરસાઇકલ ચોરી થવાની માહિતી મળતા ભરૂચ પોલીસ દ્વારા વાહનચોરીના ગુનામાં ફરતા રીઢા ચોરને પકડી ગુનો હાથ ધર્યો હતો.
ભરૂચ જિલ્લામાં વધતા વાહનચોરીના બનાવોને ડામવા પોલીસે ગંભીરતા દાખવી શખ્સો સામે કાર્યવાહી હાથધરી છે. પોલીસ મહાનિરક્ષક એમ .એસ.ભરડા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલના સૂચનો બાદ ભરૂચ પોલીસ ઇન્સપેક્ટર એ,કે ભરવાડના માર્ગદર્શન મુજબ સર્વલન્સને મળેલી સુચનાઓને આધારે ગુનાઓનો ભેદ ઉકેલાવા કામગીરી હાથધરી હતી.
જેમાં ભરૂચ જિલ્લામાં વિશ્વા પ્રોજકેટ અંતર્ગત લાગવેલા શહેરની CCTV કેમેરા તાપાસ કરી પ્રોજકટો ઇ ગુજકોપ મોબાઇલનું ઉપયોગ કરી હ્મુમ ઇન્ટિલેન્સ અને સર્વલન્સ સ્કોડના આધારે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતુ જેમાં વાહન ચોરી કરનાર મુખ્ય આરોપી અબ્દુલ ઉર્ફ અબ્દુલા ઇસ્માઇલ પટેલ જે મૂળ નવીનગરી કરૂચણ ગામના રહેવાસી છે.જેને જુદા-જુદી વિસ્તારોમાંથી 4 બાઇક ચોરી ઘટનાને અંજામ આપ્યો હતો જે 4 અલગ-અલગ મોડેલની બાઇકો જેની કિંમત 41000 થયા છે. પોલીસે બાઇક સહિત મુદ્દામાલ કબ્જો કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ, હેડકોન્સ્ટેબલ જીતેન્રભાઇ તથા પો.કો. સરફરાજ, ધમેન્રભાઇ,પંકજભાઇ, કાનુભાઈ, મહશે કુમાર, શક્તિસિંહ, અજયસિંહ, દીક્ષિતભાઇ, વિજયભાઇ દ્વારા ટીમવર્કથી કામ કરવામાં આવેલ છે