ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાઓ ને લઈ ને તો પોલીસ બદનામ થઈ જ રહી છે અને ઘણી જગ્યાઓ ઉપર તો પોલીસ જ દારૂના બુટલેગરોની ગાડીઓનું પેટ્રોલિંગ કરતા પણ નજરે પડે છે તેમ છતાં પણ ઉપરી અધિકારીઓ મૌન સેવતા હોય છે.
પરંતુ આજે અહીં વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં એસ.પી.તરીકે લીના પાટીલ આવ્યા બાદ દારૂ જુગારના અડ્ડાઓ તો બંધ થઈ ગયા છે પરંતુ સ્પા ના નામે ચાલતો દેહવ્યાપરનો ધંધો એટલી હદે બેફામ બન્યો છે કે ભરૂચ જિલ્લાનું યુવાધન બરબાદી ના રસ્તે ચડી ગયું છે.
ભરૂચ જિલ્લામાં “બિગ બોસ” ના નામથી પ્રચલિત બનેલ સ્પા સંચાલક એટલી હદે બેફામ બન્યો છે કે જાણે તેને પોલીસ નો ડર જ ન હોય કારણકે બિગ બોસ સ્પાનો સંચાલક ખુલ્લેઆમ દેહવ્યાપારનો ધંધો ચલાવી રહ્યો છે.
જો આ બાબતને લઈ ને ભરૂચ જિલ્લા એસ.પી.લીના પાટીલ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે તો બહુ જ મોટો પર્દાફાશ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને આ સ્પા સંચાલકો સાથે અનેક પોલીસ કર્મીઓની પણ મિલીભગત પણ સામે આવી શકે તેમ છે.
આગામી દિવસોમાં સત્ય ડે ન્યૂઝ દ્વારા આ ” બિગ બોસ” નામથી પ્રચલિત બનેલા સ્પા સંચાલક ના અનેક સ્ટીગ કરેલ વિડિઓ પણ સત્ય ડે ન્યૂઝ ઉપર પ્રકાશિત કરવામાં આવશે.
ક્રમશઃ