રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી રો-રો ફેરી સર્વિસમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. ભાવનગરના ઘોઘામાં રોરો ફેરીમાંથી એક ટ્રક દરિયામાં ખાબક્યો હતો. આ ઘટનામાં સદનસીબે ચાલક અને ક્લિનરને બચાવી લેવામાં આવ્યા હતા. ઘોઘામાં રોરો ફેરી સર્વિસના પોન્ટુન પાસે આ ગમખ્વાર ઘટના બની હતી. એવું જાણવા મળી રહ્યું છે કે, રોરોફેરીમાં ટ્રક લોર્ડ કરતા સમયે બ્રેક ફેલ થતા દુર્ઘટના સર્જાઇ હતી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ઘોઘામાં પોન્ટુન પાસે રોરોફેરીમાં ટ્રક લોર્ડ કરતા સમયે બ્રેક ફેલ થતા ટ્રક દરિયામાં ખાબક્યો હતો અને દુર્ઘટના સર્જાઇ હતી.આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લિનર ઇજાગ્રસ્ત થયાં હતા. ઇજાગ્રસ્ત ચાલક અને ક્લિનરને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં છે.
ભાવનગરનાં ઘોઘાથી ભરૂચના દહેજ સુધી રોરો ફેરી સર્સિવ ચાલે છે. આ ફેરી સર્વિસમાં મુસાફરો સાથે વાહન લઈ જવાની પણ સુવિધા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રક વાહનોને ફેરી સર્વિસના જહાજમાં વાહન લોડ કરવાના ટગ પરથી દરિયામાં પડ્યો હતો. જોકે, કાંઠા વિસ્તારમાં પાણી છીછરૂં હોવાથી ટ્રક ડૂબ્યો નહોતો.