કચ્છ-ભુજ: કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ઉપર પોસ્ટ ઓફીસની શાખાનું આગામી તારીખ 5 જૂનના રોજ સાંજે 5 કલાકે કુલપતિ ઙૉ. સી.બી. જાઙેજાના હસ્તે ઉદ્ઘાટન થશે.
આ અંગે કુલપતિએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે યુનિવર્સિટી કેમ્પસ પર પોસ્ટ ઓફીસની સુવિધા ઉપલબ્ધ થશે. જેને લીધે વિદ્યાર્થીઓને અને આસપાસના વિસ્તારના લોકોને તથા બી.એસ.એફ. સહીત ઙીફેન્સના જવાનોને લાભ થશે.
વધુમાં જણાવ્યુ કે, આ સુવિધાથી યુનિવર્સિટીને પણ આર્થિક લાભ થશે અને સમયનો બચાવ શક્ય બનશે. વિદ્યાર્થીઓને પત્રવ્યવહારથી પોતાના જરૂરી સર્ટીફીકેટસ વગેરે મંગાવવા કે મોકલવામાં સરળતા ઊભી થશે.