બનાસકાંઠાના ધાનેરાના જડિયા ગામે એક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલ અને સાંસદ પરબત પટેલ હાજર રહ્યા એટલું જ નહીં આ કાર્યક્રમમા ધારાસભ્ય સાંસદ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા પરંતુ કોઈએ માસ્ક પહેર્યું નહોતું. કાર્યક્રમમાં અનેક લોકોની હાજરી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ નેતાઓ ભૂલ્યા હતા.નેતાઓની હાજરીમાં નિયમો પળાતા નથી તો સામાન્ય માણસ પાસેથી શું અપેક્ષા રાખવી? એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ નેતાઓ ભીડ ભેગી કરી રહ્યા છે સાંસદ અને ધારાસભ્યના માસ્ક વગરના દ્રશ્યો સામે આવતા કોણ રોકશે આમને ? શું નેતાઓ માટે કોઈ નિયમો હોતા નથી? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં ધડાધડ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ એકવાર નથી કે નેતાઓ નિયમો ભૂલ્યા હોય.. આવું ઘણીવાર બની ચૂક્યું છે.વીડિયો પણ સામે આવી ચૂક્યા છે.છતાં પણ તંત્ર વિરુદ્ધ કોઈ મજબૂત પગલા ભરી રહી નથી.નેતાઓને માસ્ક પહેરવા માટે કેમ તંત્રને કઈ કહેવામાં નથી આવી રહ્યું.કોરોનાના કહેર વચ્ચે નેતાઓ કોરોનાના નિયમો ભૂલી ચુક્યા છે.બનાસકાંઠામાં વધુ એક વખત નેતાઓ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા છે.ગઈકાલે (સોમવાર) ધાનેરાના જડિયા ગામે યોજાયેલ ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ધાટનમાં કોવિડ નિયમો ભુલાયા છે.ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે માસ્કના નિયમનું ઉલાળિયું કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમમાં નેતાઓની જેમ તાલુકાના અનેક અધિકારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ અને સાંસદ પરબત પટેલ સહિત અનેક નેતાઓએ રીબીન કાપતા માસ્ક નહોતું પહેર્યું .
ભાજપ અને કોંગ્રેસના નેતાએ કોરોનાના નિયમો ભૂલ્યા હોવાની અનેક ઘટનાઓ જોવા મળી રહી છે. કોરોનાના ખતરા વચ્ચે નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી નથી રહ્યા જેના કારણે બીજા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. નેતાઓ સુપર સ્પેડર બનશે તો તેની જવાબદારી કોની રહેશે? કેમ નિયમોની વાતો કરતું તંત્ર નેતાઓને નિયમો પાળવા મજબૂર કરતું નથી.