પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની ટ્રેનના ડબ્બા પાટા ઉપર થી ઉતરી જતા અક્સ્ત્માત સર્જાયો છે આ ગોઝારો અક્સમાત માં ટ્રેન ના ચાર થી પાંચ ડબ્બા પાટા ઉપર થી ઉતરી લોકો ને ભારે માત્ર માં નુકશાન થયું છે ટ્રેન માં સવાર લોકો નું રેસ્ક્યુ કામગીરી ચાલુ છે આ દૂર ઘટના માં ઘણા લોકો ઘાયલ થયા છે બચાવ ટિમ અત્યારે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે ઉતરાયણ ના એક દિવસ પેહલા જ આવી દુર્ઘટના થતા જે લોકો પોતના વતન જઈ રહ્યા હતા તહેવાર માનવવા તે લોકો માટે માઠા સમાચાર છે
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ એક ટ્રેન પાટા પરથી ઉતરી પડી છે. ગુવાહાટી જઈ રહેલી બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે જલપાઈગુડીમાં તેના કેટલાંક ડબ્બા ખડી પડ્યા છે. ઉત્તરી બંગાળમાં કૂચવિહાર અને જલપાઈગુડી વચ્ચે ડોમોહાનીની પાસે માયાનાગોરીમાં તેના 4-5 ડબ્બા ખડી પડ્યા છેદુર્ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી પરંતુ દુર્ઘટનાની ભયાનકતાને જોતા અનેક લોકો માર્યા ગયા હશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ઘટના સ્થળે બચાવ અભિયાન શરૂ થઈ ગયું છે. ખડી પડેલા ડબ્બામાં મોટી સંખ્યામાં યાત્રિકો ફસાયેલા છે, જેમાં કેટલાંક લોકો ઘાયલ થયા છે.