મિશન 2024 અંતર્ગત ભાજપની બેઠક આજે મળવા જઈ રહી છે. ધારાસભ્ય દળની બેઠક આજે ટૂંક સમયમાં સાંજે 5 કલાકે મળશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સાંસદોને જવાબદારી ભાજપ હાઈકમાન્ડે સોંપી દીધી છે ત્યારે વિધાનસભા વિસ્તારોમાં પણ કામગિરી ધારાસભ્યોને સોંપવામાં આવશે.
દિલ્હીમાં સાસંદોની બેઠક બાદ આ મહત્વની બેઠક છે. કેમ કે, ગુજરાતમાં કેટલીક 156 સીટોને બાદ કરતા અન્ય કેટલીક સીટો પર જ્યાં નબળા બૂથો વિધાનસભામાં સાબિત થયા હતા ત્યાં ભાજપ મજબૂતાઈથી આગળ વધશે. મળનારી આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાર ઉપસ્થિતિ રહેશે.
બેઠકમાં ધારાસભ્યો સાથે મહત્વની ચર્ચા કરવામાં આવશે. સંગઠન મંત્રી રત્નાકર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વાકા 26 બેઠકો પર મહત્વની સૂચનાઓ ધારાસભ્યોને આપવામાં આવશે. બુથ સશક્તિકરણ અને શક્તિ કેન્દ્રોને લઈને 2 થી વધુ બેઠકો માટે અલગથી પ્લાન બનાવવામાં આવશે. સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠકમાં મહત્વના આદેશ કરવામાં આવશે.
156 બેઠકો જીત્યા બાદ કેટલાક નબળા બૂથો એટલે કે, જ્યાં ભાજપને ઓછા મતો મળ્યા હતા તેના પર અગાઉ પણ સીઆર પાટીલે અલગથી સાંસદો સાથે બેઠક કરી હતી ત્યારે આ બેઠકમાં નબળા સીટો પર રણનિતી બનાવવાને લઈને ભાર આપવામાં આવ્યો છે. લોકસભામાં આ વિસ્તારના વધુ મતો અંકે કરવા માટે અત્યારથી જ યોજના બનાવવામાં આવી રહી છે.