ગુજરાતના બોટાદ જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને 57 થયો છે. જણાવી દઈએ કે આ મામલામાં ગુજરાત પોલીસે કહ્યું છે કે આ કોઈ ઝેરી દારૂ નહોતો, પરંતુ પાઉચમાં કેમિકલ આપવામાં આવ્યું હતું.
સુરતના પાંડેસરામાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો હતો. દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. લિંબાયત વિસ્તારમાં પણ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વળી 3 મહિના પહેલા પોલીસમાં આ મામલે અરજી થઇ હતી તેની પણ કોપી સામે આવી હતી. પાંડેસરામાં દારૂના અડ્ડા ચાલતા હોવાની અરજી થઇ હતી તે વાતને 3 મહિના થયા છતાં સ્થિતિ એની એજ જોવા મળતા પોલીસની કામગીરી પર શંકાઓ ઉપજી હતી.
સુરતના ખટોદરા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું. મીડિયાના કેમેરા જોતા જ દારૂ વેચનારા શખ્સો ફરાર થઇ ગયા. દેશી દારૂનો જથ્થો મૂકીને ઘટનાસ્થળેથી થયા ફરાર થતા કેમેરામાં કેદ થયા હતા.