ગઈ કાલે હાર્દિક પટેલ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયો હતો. વિસનગરની ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ મામલે આ વોરંટ ઇસ્યુ થયો હતો. હાર્દિક પટેલ વિસનગરની કોર્ટમાં રજુ થયો હતો.
અમદાવાદઃ રાજદ્રોહ કેસ મામલે દિનેશ બામભણીયા અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાજર થયો હતો. આ કેસમાં હાર્દિકને પણ હાજર રહેવાનું હતું પણ હાર્દિક વિસનગર કોર્ટમાં હોવાથી આ કેસમાં મુદત પડે તેવી શક્યતા છે.