- મુંબઈ પીએનબી કૌભાંડ મામલે પકડાયેલા 2 આરોપીઓને સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં લાવવામાં આવ્યા, નીરવ મોદી ઘોટાળામાં ગઈ કાલે 6ની ધરપકડ કરવામાં આવી હતી, નીરવ ગ્રુપના 3, મેહુલ ગ્રુપના 2 અને પીએનબી બેકના 1 અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી
- જામનગર 9 વર્ષીય માસૂમ બાળકી ને સાવકાભાઈ દ્વારા રેપ બાદ હત્યાનો મામલો, સગા પરિવાર દ્વારા હત્યા કર્યા બાદ મૃતક બાળકી ના સાવકા પિતા, સાવકી બહેન તેમજ સાવકા ભાઈની પોલીસે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજુ કરાતા રહીશો દ્વારા સાવકા પિતાને માર મારવામાં આવ્યો
- વડોદરા વાઘોડિયા વિસ્તારમાં ગાયત્રીનગર સોસાયટીની જમીન પચાવી પાડવાનો મામલો, અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે ડોલી પટેલ સામે નોનબેઇલેબલ વોરંટ, કોર્ટે 3જી વખત બીનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું, કોર્ટે બરોડા સીપીને વોરંટને લઈને કર્યો આદેશ
- સીપી દ્વારા નોન બેઇલેબલ વોરંટ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈને બજાવવામાં આવે, હાલ ડોલી પટેલ મકરપુરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે, આ મામલે વધુ સુનાવણી 16 માર્ચે હાથ ધરાશે
- કચ્છ માંડવીનાં ભાડિયાના યુવાનની હત્યા, ગઢવી દેવાંધ માણેકની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને લાશ બોરમાં નાખી દીધી, બોર પાસેથી શર્ટ ,એક મોઝુ મળ્યું એ બોરમાં યુવાનની લાશ હોવાનું અનુમાન, પોલીસે બે આરોપીની અટકાયત કરી
- વડોદરા પારૂલ યુનિવર્સિટીના એકાઉન્ટન્ટનો મૃતદેહ કમાટીબાગના ગેટ પાસેથી કારમાંથી મળ્યો
- રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ૧૧ ચોરીનો ભેદ ઉકેલ્યો, શહેર માં અલગ અલગ વિસ્તાર માં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાયી, ૨ આરોપી ને ઝડપી પાડતી પોલીસ, આરોપી પાસેથી રૂપિયા ૧૩,૦૨,૭૬૦ નો મુદ્દામાલ કર્યો કબ્જે
- હિંમતનગરના કાંકરોલ ખાતે જમીનમાં રસ્તાના મામલામાં એક આધેડે કેરોસીન છાટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસે અટકાવ્યા હતા ત્યારે આધેડની તબીયત લથડતા હિંમતનગર સીવીલમાં સારવાર અર્થે ખસેડાયા છે તો પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.