કચ્છ : કોંગ્રેસે BJPના ઉમેદવાર નીમાબેનની ઉમેદવારી માટે નોંધાવ્યો વાંધો, પાંચ વર્ષમાં નિમાબેનની ઉંમર વધી માત્ર 3 વર્ષ, 2012 ની એફીડેવીટમા ઉંમર દર્શાવી હતી 66 વર્ષ, 2017મા 71 વર્ષની ઉંમરને બદલે દર્શાવી 69 વર્ષ, કોંગ્રેસે પુરાવા સાથે વાંધો ઉઠાવી ફોર્મ રદ કરવા કરી માંગ
સુરેન્દ્રનગર : ચોટીલા વિધાનસભા બેઠક પર MLA, સંસદીય સચિવ સામજી ચૌહાણે BJPના તમામ હોદા પરથી આપ્યુ રાજીનામુ, ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા કોળી સમાજની લાગણી દુભાતા લીધો નિર્ણય,ચોટીલા ખાતેથી અંદાજે ૨5 થી વધુ ભાજપના ચૂંટાયેલા હોદેદારો સાથે આપ્યુ રાજીનામુ
સુરત : BJP MLA હર્ષ સંઘવી, કાર્યકર્તાઓ દ્વારા ચા વેચીને કોંગ્રેસ કાર્યાલય બહાર અનોખો વિરોધ કરવામાં આવ્યો.નરેન્દ્ર મોદીના ફોટો સાથે સોશિયલ મિડીયામાં કોંગ્રેસ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી તેને લઈ વિરોધ કરવામાં આવ્યો, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા આમને-સામને
હાર્દિક પટેલ મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન, હાર્દિક આપેલા કોગ્રેસ સમર્થનથી ભાજપને કોઈ અસર નહીં થાય, દેશની સૌથી સિનિયર પાર્ટી છે કોંગ્રેસ, આવડી મોટી પાર્ટી પોતાના પગ પર ઊભી રહી શકતી નથી.
જામનગરમાં બીએસએફના જવાનોનું આગમન, પંજાબથી ફોર્સની 11 કંપનીઓ ખાસ ટ્રેન મારફત જામનગર પહોંચી 1100 જેટલા જવાનો ચૂંટણી દરમિયાન જાળવશે કાયદો વ્યવસ્થા, ઉમેદવારોની જાહેરાત બાદ હવે ફોર્સ એક્શનમાં આવી